IND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar  પર જોડાયા આટલા કરોડ ચાહકો

  • February 24, 2025 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિરાટ કોહલીની સદીએ ભારત-પાકિસ્તાન મેચને વધુ રસપ્રદ બનાવી હતી. લાંબા સમયથી ફોર્મમાં ન રહેલા કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. કોહલીએ વિજયી ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી. આ સમયગાળા દરમિયાન, JioHotstar એ વ્યૂઅરશિપનો રેકોર્ડ બનાવ્યો છે. એ સમયે OTT પ્લેટફોર્મ પર દર્શકોની સંખ્યા 60.2 સુધી પહોંચી ગઈ હતી.


જિયો અને હોટસ્ટારના મર્જર પછી આ પ્લેટફોર્મ પર આ પહેલી ભારત-પાકિસ્તાન મેચ હતી. જ્યારે મેચ બપોરે 2.30 વાગ્યે શરૂ થઈ ત્યારે દર્શકોની સંખ્યા 6.8 કરોડ સુધી પહોંચી હતી. એ પછી જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ દર્શકોની સંખ્યા પણ ઝડપથી વધતી ગઈ. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાનની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં દર્શકોની સંખ્યા 32.1 કરોડ સુધી પહોંચી ગઈ હતી.


વિરાટ કોહલીએ વિજયી 4 ફટકારી, ત્યાં સુધીમાં 60 કરોડ વ્યુઅર્સ જોડાયા હતા


ભારતની ઇનિંગ દરમિયાન દર્શકોની સંખ્યા થોડા સમય માટે સ્થિર રહી હતી પરંતુ વિરાટ કોહલીની ઇનિંગ શરૂ થતાં જ તેમાં ફરી વધારો થયો. રિપોર્ટ અનુસાર, જ્યારે વિરાટ કોહલીએ ચોગ્ગા સાથે વિજય મેળવ્યો અને પોતાની સદી પૂર્ણ કરી, ત્યારે JioHotstar પર દર્શકોની સંખ્યા 60 કરોડને વટાવી ગઈ હતી.


ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકી દીધું!


હવે યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવા પર છે. તે પોતાની પહેલી મેચ ન્યુઝીલેન્ડ સામે તેના ઘરઆંગણે હારી ગયું હતું. હવે તેની આશા બાંગ્લાદેશ દ્વારા મોટો અપસેટ સર્જીને ન્યુઝીલેન્ડને હરાવવા પર ટકેલી છે.


ભારતનો આગામી મુકાબલો 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે છે. જો ભારત આ મેચ જીતી જાય છે તો તે ગ્રુપ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે. આવી સ્થિતિમાં, સેમિફાઇનલમાં તેનો સામનો ગ્રુપ B ના પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહેલી ટીમ સાથે થશે. ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application