જયપુરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ સમારોહમાં 'લાપતા લેડીઝ' ફિલ્મે સૌથી વધુ 10 એવોર્ડ જીતીને ધમાલ મચાવી હતી. આ સમારોહ ગુજરાત માટે ખાસ રહ્યો, કારણ કે પહેલીવાર ગુજરાતના કલાકારોએ ત્રણ એવોર્ડ જીત્યા. જાનકી બોડીવાલાને બેસ્ટ એક્ટ્રેસ ઇન સપોર્ટિંગ રોલ, સ્નેહા દેસાઈને બેસ્ટ સ્ક્રીનપ્લે અને મોનાલ ઠાકરને બેસ્ટ ડાયલોગ્સ માટે એવોર્ડ મળ્યો હતો.
'લાપતા લેડીઝ' ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો. કાર્તિક આર્યનને 'ભૂલ ભુલૈયા 3' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ અને નિતાંશી ગોયલને 'લાપતા લેડીઝ' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. રાકેશ રોશનને આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઓફ ઈન્ડિયન સિનેમાનો એવોર્ડ મળ્યો હતો. રાજકોટના મોનાલ ઠાકરે 'આર્ટિકલ 370' ફિલ્મના ડાયલોગ્સ માટે બેસ્ટ ડાયલોગ્સનો એવોર્ડ જીત્યો હતો.
રાજકોટના મોનાલ ઠાકરે એવોર્ડ સ્વીકારતી વખતે 'આર્ટિકલ 370'ની આખી ટીમ અને દેશના સૈન્ય જવાનોનો આભાર માન્યો હતો. બાદમાં, માતા-પિતા અને ભાઈનો આભાર માનતા પોતાની સ્પીચ પૂર્ણ કરી હતી. આ સમારોહમાં બોલિવૂડના અનેક દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવી જનરેશનના યુવાનોને પિતાના કરોડોના બિઝનેસને સંભાળવામાં કોઈ રસ નથીઃ સર્વે
May 22, 2025 10:36 AMપ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાનો વ્યાપ વધશે, જાણો આ યોજનાના લાભો
May 22, 2025 10:33 AMજીપીએસસીની ઓફિસને પહેલી જુલાઈએ વિપક્ષ તાળાં મારી દેશે
May 22, 2025 10:31 AMપાળ ગામ નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા બે બહેનના એકના એક ભાઇનું મોત
May 22, 2025 10:28 AMડીએ ગાળિયો કસ્યો, મની લોન્ડરિંગ કેસમાં કર્ણાટકના ગૃહમંત્રીના ઘર પર દરોડા
May 22, 2025 10:26 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech