પાળ ગામ નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા બે બહેનના એકના એક ભાઇનું મોત

  • May 22, 2025 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ભાગોળે જીવલેણ અકસ્માતની ઘટના બની છે. પાળ ગામ પાસે ડમ્પરે બાઇકને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા રાજકોટમાં રહેતા બાઇક ચાલક યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. બે બહેનના એકના એક ભાઇનું અકસ્માતમાં મોત થતા પટેલ પરિવારમાં કાળો કલ્પાંત છવાય ગયો હતો. બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદ પરથી લોધિકા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ જામનગરના કાલાવડ ગામનો વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર માધવપાર્કમાં રહેતો પટેલ યુવાન રવિ ચંદ્રેશભાઇ મુંગરા(ઉ.વ ૩૬) ગઇકાલે બપોરના સમયે રાવકીથી રાજકોટ બાઇક લઇને આવી રહ્યો હતો.ત્યારે પાળ ગામ પાસે દ્વારકાધીશ હોટલ નજીક ડમ્પર નં. જીજે ૦૩ એટી ૨૧૩૭ ના ચાલકે યુવાનના બાઇકને હડફેટે લેતા યુવાન રોડ પર પટકાયો હતો અને તેને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન રાત્રીના નવ વાગ્યે યુવાનનું મોત થયું હતું. બનાવને લઇ લોધિકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતને ભેટનાર યુવાન રવિ બે બહેનનો એકનો એક ભાઇ હતો અને પરિવારમાં સૌથી નાનો હતો.યુવાનને સંતાનમાં ૧૦ વર્ષનો પુત્ર છે. યુવાન રાવકી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનામાં કામ કરતો હતો.ગઇકાલે રાવકીથી તે ઘરે આવતો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.બનાવ અંગે યુવાનના પિતાની ફરિયાદ પરથી લોધિકા પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર નં. જીજે ૦૩ એટી ૨૧૩૭ ના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બે બહેનના એકના ભાઇના અકસ્માતમાં મોતથી પટેલ પરિવારમાં માતમ છવાય ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application