ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ખેલાડી સાથે બબાલ કરી હતી. ઓસ્ટ્રેલિયાના 19 વર્ષના બેટ્સમેન સેમ કોન્સ્ટાસની બેટિંગથી વિરાટ કોહલી અકળાયો હતો. આથી તેણે સેમ કોન્સ્ટાસને વિરાટ કોહલીએ ખભો અથડાવી ધક્કો માર્યો હતો. બાદમાં બન્ને વચ્ચે ઉગ્ર વાતાવરણ બની ગયું હતું મામાલો ઝઘડા સુધી પહોંચ્યો હતો. બાદમાં ICCએ માત્ર 5 કલાકની અંદર જ કાર્યવાહી કરીને વિરાટ કોહલીને સજા ફટકારી છે.
ICCએ લગભગ પાંચ કલાકમાં જ કોહલી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેને મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. કોહલીને એક ડીમેરિટ પોઈન્ટ પણ મળ્યો છે. એટલે કે આ નિર્ણયને કારણે કોહલી સસ્પેન્શનમાંથી બચી ગયો છે. કોહલીને ICC આચાર સંહિતા (CoC)ની કલમ 2.12 માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ અંતર્ગત ક્રિકેટમાં કોઈપણ પ્રકારના અયોગ્ય શારીરિક સંપર્ક પર પ્રતિબંધ છે. જો ખેલાડીઓ ઈરાદાપૂર્વક/અવિચારી રીતે અન્ય કોઈ ખેલાડી અથવા અમ્પાયરને ટક્કર મારે છે અથવા તેની સાથે દોડે છે તો તેમને દંડ અથવા સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.
વિરાટ કોહલી અને સેમ કોન્સ્ટાસ વચ્ચે શું થયું?
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 10મી ઓવર મોહમ્મદ સિરાજે ફેંકી હતી અને છેલ્લા બોલ પર એક રન આવ્યો હતો. આ પછી, કોન્સ્ટાસ સ્ટ્રાઈક બદલવા માટે બીજી બાજુ જઈ રહ્યો હતો ત્યારે સામેથી વિરાટ કોહલી આવ્યો અને યુવા ખેલાડીને ધક્કો માર્યો. જવાબમાં કોન્સ્ટાસે કોહલીને કંઈક કહ્યું, જેના પર ભારતીય ખેલાડી તેની તરફ વળ્યો અને ચર્ચા કરતો જોવા મળ્યો. બંને વચ્ચે ચર્ચા વધુ આગળ વધે તે પહેલા ઉસ્માન ખ્વાજા અને ઓન-ફીલ્ડ અમ્પાયર માઈકલ ગોફે મામલો શાંત પાડ્યો હતો.
સેમ કોન્સ્ટાસ 60 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો
સેમ કોન્સ્ટાસ તેની ડેબ્યુ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ખૂબ જ આત્મવિશ્વાસ સાથે દેખાયો હતો. જેમાં તેણે જસપ્રીત બુમરાહને 2 સિક્સર ફટકારી, જેણે આ સિરીઝમાં અત્યાર સુધી શ્રેષ્ઠ બોલિંગ કરી છે. સેમ કોન્સ્ટાસે T-20 ક્રિકેટ સ્ટાઈલમાં બેટિંગ કરી અને રનરેટને ઉંચી રાખવાનું કામ કર્યું. સેમ કોન્સ્ટાસે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ફિફ્ટી માત્ર 52 બોલમાં પૂરી કરી હતી. તે 65 બોલમાં 60 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો, જેમાં 6 ફોર અને 2 સિક્સ સામેલ હતી. ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં ફિફ્ટી ફટકારનાર સેમ કોન્સ્ટાસ બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech