માવા માટે મિત્રો વચ્ચે અને પાનના દુકાનદારો વચ્ચે અનેક વખત માથાકૂટ થઇ હોવાના બનાવ સામે આવ્યા છે. ત્યારે વધુ એક માવાની માથાકૂટ સામે આવી છે,વડિયાના મોરવાડા ગામે ઘર પાસે જ જનરલ સ્ટોર્સ ધરાવતા દુકાનદારની રાત્રે ડેલી ખખડાવી શખ્સે માવો માગતા દુકાનદારે અડધી રાત્રે માવો લેવા આવવાની ના પાડતા ડેલામાં ધોકા પછાડી હત્પં આવું ત્યારે માવો તો આપવો જ પડશે નહિતર સારાવાટ નહીં રહે તેમ કહી ધમકી આપતા દુકાનદારે શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
મોરવાડા ગામે રહેતા અને ઘર પાસે જ પ્રોવિઝન સ્ટોર્સ ધરાવતા ભરતભાઈ ગોરધનભાઇ રાઠોડ (ઉ.વ.૩૯)નામના યુવક ગઈકાલે ઘરે આગ્યારેક વાગ્યે સુતા હતા ત્યારે કોઈ ડેલી ખખડાવતું હોવાનો અવાજ આવતા જાગીને ડેલી ખોલીને જોતા ગામમાં રહેતો દર્શન ભગવાનભાઇ રાઠોડ હતો. દર્શનને શું કામ છે પૂછતાં પોતાને માવો(ફાકી) જોઈએ છે કહ્યું હતું. આથી તેને અડધી રાત્રે માવો લેવા આવવું નહીં તેમ કહેતા દર્શન ઉશ્કેરાયો હતો અને હાથમાં રહેલો ધોકો ડેલામાં પછાડી અને કહેવા લાગ્યો હતો કે, હત્પં જયારે આવું ત્યારે તારે મને માવો તો આપવો જ પડશે, જો માવો નહીં આપે તો જાનથી મારી નાખીસ અને સવારે દુકાન ખોલતો નહીં નકાર સારાવાટ નહિ રહે તેવી ધમકી આપી ધોકો ડેલામાં પછાડો હતો. યુવકના પરિવારજનો પણ જાગીને બહાર આવતા દર્શન ચાલ્યો ગયો હતો. ગભરાયેલા દુકાનદાર યુવકે વડિયા પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી અને યુવકના ઘરે સહિતના સ્થળે તપાસ કરતા મળી આવ્યો નહતો આથી ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech