હાલમાં પુષ્પા 2 ખૂબ જ ચર્ચામાં છે. ચાહકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. હાલમાં જ એવી ચર્ચા ચાલી રહી છે કે, ડાયરેકટર સુકુમાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા જઈ રહ્યા છે. હૈદરાબાદમાં થયેલા અકસ્માત બાદ અલ્લુ અર્જુન અને ડાયરેક્ટર સુકુમાર ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ એક ઈવેન્ટ દરમિયાન ડાયરેક્ટર સુકુમારે ચાહકોને મોટો ઝટકો આપ્યો હતો.
એક ઈવેન્ટ દરમિયાન ડાયરેક્ટર સુકુમારે સૌને ચોકાવી દીધા છે, જેને સાંભળીને ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું કે, હું સિનેમા છોડવા માગું છું. પુષ્પા 2 પછી જ પુષ્પા 3 ની જાહેરાત કરવામાં આવી હતી. હવે ચાહકોના મનમાં એક સવાલ આવી રહ્યો છે કે ડાયરેક્ટર પુષ્પા 3માં કામ કરશે કે નહીં.
સંધ્યા થિયેટરની ઘટના બાદ સુકુમારે ભર્યું આવુ પગલું
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે ડાયરેક્ટર સુકુમાર આવું બોલી રહ્યા છે, ત્યારે રામ ચરણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેના હાથમાંથી માઈક લઈ લે છે, પરંતુ રામ ચરણ ચાહકોને વચન આપે છે કે આવું નહીં થાય. સુકુમારનો વીડિયો વાયરલ થયા બાદ ચાહકો પણ નારાજ થયા છે. કેટલાક ચાાહકો કહે છે કે સુકુમાર સંધ્યા થિયેટર વિવાદ બાદ આવું પગલું ભરી રહ્યા છે. કોઈ એવું કહી રહ્યું છે કે, સુકુમાર અલ્લુ અર્જુનથી નારાજ હોવાના કારણે આવું કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં ઉનાળાની સીઝનને અનુલક્ષીને ફૂડ શાખા સક્રિય બની :વ્યાપક સ્થળે ચેકિંગ
May 19, 2025 10:55 AMદ્વારકા નજીક અકસ્માતે બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ
May 19, 2025 10:52 AMખંભાળિયાના ચેક પરત કેસમાં આરોપીને કેદની સજા
May 19, 2025 10:50 AMખંભાળિયા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે
May 19, 2025 10:48 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech