ભાજપમાં જવાનો નથી, મને રાજકીય નુકસાન કરવા ફેક સમાચાર ચલાવાય છે.આપ ધારાસભ્ય મકવાણા

  • April 15, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોટાદના આપ ના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા વિધાનસભા ની બેઠક પરથી રાજીનામું આપી રહ્યાના ઉડી રહેલા સમાચારો મુદ્દે ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે તેમને રાજકીય નુકસાન પહોંચાડવા માટે થઈને આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે.

પત્રકારો સમક્ષ તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના મારફતે તેમને સમાચાર મળ્યા હતા કે તેઓ બીજેપીના જોડાઈ રહ્યા છે. આ ફેક ન્યુઝ ચલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ માટે લીગલ ટીમ ની એડવાઈઝ પણ લેવાશે.

2020મા આમ આદમી પાર્ટી માં જોડાયા હતા અને 2022 માં તેઓ લોકોનો વિશ્વાસ જીતીને વિધાનસભાના સભ્ય બન્યા હતા સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તેમને રાજકીય નુકસાન કરવા માટે થઈને આ પ્રકારના મુદ્દો ચલાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

બોટાદના એમએલએ તરીકે તેમણે પોતાના મત વિસ્તાર ના સૌથી વધુ પ્રશ્નો પૂછ્યા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ઉઠાવ્યા હતા. આપ પોતાની કામગીરી સારી રીતે કરી રહ્યું છે નવું સંગઠનનું નિર્માણ કરવા જઈ રહ્યું છે ત્યારે 2027 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન તૈયાર કરવામાં આવી રહ્યું છે વિસાવદર વિધાનસભાની બેઠક પર યોજાયેલી સભામાં તેમની ગેરહાજર મુદ્દે ખુલાસો કરતા તેમણે જણાવ્યું હતું કે તેમના સાથી સુધીર પટેલ પણ આ સભામાં હાજર ન હતા તેમના ઘરમાં કોઈ મેડિકલ ઇમરજન્સી હોવાના કારણે આ સભામાં હાજર રહી શક્યા ન હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ સાથે કોઈપણ પ્રકારની વાતચીત થઈ નથી આ ફેક ન્યુઝ છે આ મુદ્દે લીગલ કાર્યવાહી કરવામાં આવશે જ્યારે વિધાનસભાની ચૂંટણી જીત્યો ત્યારે પણ આ પ્રકારની અફવા ફેલાવવામાં આવી હતી.

આ અંગે દિલ્હીના પ્રભારી ગુલાબસિંહ યાદવ એ જણાવ્યું હતું કે બોટાદના ધારાસભ્ય મુદ્દે જે અફવા ફેલાવવામાં આવી છે તે મુદ્દે હું તેમના પરિવાર પાસે ગયો હતો અને તેઓ આપ ના સક્રિય કાર્યકર છે રાજકીય જનસેવા કરી રહ્યા છે વિધાનસભામાં સૌથી વધુ સવાલ પૂછવાનો રેકોર્ડ આ વખતે તેમના નામ પર થયો છે બોટાદ સહિત તમામ જિલ્લામાં સંગઠનનું કામ શરૂ કરવામાં આવશે વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી માટે શંખનાદ કર્યો છે કે આગામી દિવસોમાં આપ દ્વારા સંગઠનની રચના કરાશે તારીખ 23મી ગોપાલ રાય સહિતના આગેવાનો ગુજરાત આવી રહ્યા છે અને છેલ્લી વખતે વિધાનસભાની ચૂંટણીમાં રહી ગયેલી ખામીઓ સુધારવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application