અમેરિકાના દક્ષિણપૂર્વ ભાગમાં હેલેન વાવાઝોડું સતત તબાહી મચાવી રહ્યું છે અને હવે આ વાવાઝોડામાં મૃત્યુઆંક વધીને 60 થઈ ગયો છે. દક્ષિણ કેરોલિનમાં સૌથી વધુ 24 લોકોના મોત થયા છે. દક્ષિણપૂર્વીય યુએસ રાજ્યોએ રવિવારે પવન અને વરસાદ બાદ મોટાપાયે સફાઈ અભિયાન શરૂ કર્યું હતું.
અમેરિકાના દક્ષિણ-પૂર્વ ભાગમાં તુફાન હેલેન સતત તબાહી મચાવી રહ્યું છે, હવે આ વાવાઝોડામાં મૃત્યુઆંક વધીને 60 થઈ ગયો છે. દક્ષિણ કેરોલિનમાં સૌથી વધુ 24 લોકોના મોત થયા છે. દક્ષિણપૂર્વીય યુએસ રાજ્યોએ રવિવારે પવન અને વરસાદ બાદ મોટા પાયે સફાઈ કામગીરી શરૂ કરી હતી. હેલેનથી આવેલા વાવાઝોડાના કારણો કેટલાક ઘરોમાં વીજળી પૂરવઠો ઠપ થઈ ગયો છે.
આ જગ્યા પર તબાહી
દક્ષિણ કેરોલિના, ફ્લોરિડા, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનામાં સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર તોફાનના કારણે ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા છે. તેમાંથી જ્યોર્જિયામાં બાળકો સહિત 17 લોકોના મોત થયા છે.
મૃતદેહોની શોધખોળ ચાલુ
મૃતદેહોની શોધખોળ ચાલુ છે. તેમજ અધિકારીઓને આશંકા છે કે વધુ મૃતદેહો મળી આવશે. તેમજ 15 બિલિયનથી 100 બિલિયન સુધીનું નુકસાન થવાની સંભાવના છે. અરબ, વીમા કંપનીઓ અને આગાહીકારોએ સપ્તાહના અંતે જણાવ્યું હતું. ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના એડમિનિસ્ટ્રેટર ડીન ક્રિસવેલે રવિવારે કહ્યું હતું કે પાણીના કારણે ભારે નુકશાન થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોંઘું થયું સપનાનું ઘર ખરીદવું: ૫ વર્ષમાં આમ બદલાઈ રિયલ એસ્ટેટની સુરત
June 10, 2025 10:06 PMપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech