ટીપી સ્કિમોમાં કરપ્શન કેટલું ? સવાલથી સન્નાટો

  • May 20, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં ટીપી સ્કિમની સાત દરખાસ્ત તેમજ એજન્ડામાં રહેલી નામકરણની ત્રણ દરખાસ્ત ઉપરાંત અરજન્ટ બિઝનેસ સ્વરૂપે રજૂ કરાયેલી નામકરણની ત્રણ દરખાસ્ત મળી કુલ ૧૪ દરખાસ્તો અંગે નિર્ણય કરાયા હતા જેમાં ટીપી સ્કિમોની તમામ સાત દરખાસ્તો વાંચન કર્યા વિના એકી અવાજે તરફેણમાં ૫૪ વિરૂધ્ધ ત્રણની બહુમતીથી મંજુર કરાઇ હતી. આ વેળાએ વિપક્ષ કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે, ટીપી સ્કિમોની તમામ સાત દરખાસ્તોનું વાંચન તો કરો, અમને કેવી રીતે ખબર પડે કે તમે શું મંજુર કરી રહ્યા છો !? જો કે વિપક્ષની માંગણી ફગાવી દઈને શાસકોએ ટીપી

સ્કિમોની દરખાસ્તોનું વાંચન કર્યા વિના જ મંજુર કરતા હોબાળો થયો હતો અને વિપક્ષએ ટીપી સ્કિમોની એક પણ દરખાસ્તને ટેકો નહીં આપતા ટીપી સ્કિમની તમામ સાત દરખાસ્ત તરફેણમાં ૫૪ વિરૂદ્ધમાં ત્રણના બહુમતથી મંજુર થઇ હતી. આ વેળાએ વશરામ સાગઠિયાએ સભગૃહમાં એવો સવાલ ઉઠાવ્યો હતો કે ટીપી સ્કિમોની દરખાસ્તમાં કરપ્શન કેટલું કર્યું ? એ તો જાહેર કરો ! વશરામ સાગઠિયાના આવા સવાલથી સભાગૃહમાં સન્નાટો પ્રસરી ગયો હતો.

નામકરણની ત્રણ અરજન્ટ બિઝનેસ પ્રગટી: કુલ ૧૪ દરખાસ્ત મંજુર

(૧) કામચલાઉ પ્રારંભિક નગર રચના યોજના નં.૧૮ (રાજકોટ)માં સમાવિષ્ટ સમુચિત સત્તામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી.રસ્તાની દરખાસ્તને પરામર્શ તરફેણમાં ૫૪ વિરુદ્ધ ત્રણથી બહુમતએ મંજુર


(૨) વોર્ડ નં.૪માં જુના મોરબી રોડ વચ્ચે આવેલ ૫૦ ફૂટ રોડ ડી-માર્ટથી આર.કે. ડ્રીમલેન્ડ સુધીના માર્ગને વાઘજીભાઇ તળશીભાઇ લુણાગરીયા નામકરણ સર્વાનુમતે મંજુર


(૩) વોર્ડ નં.૪માં કુવાડવા રોડથી જુના મોરબી રોડ વચ્ચે આવેલ ૫૦ ફૂટ રોડના ચોકને પ્રભા ચોક નામકરણ સર્વાનુમતે મંજુર


(૪) મિલકતવેરા તથા પાણી ચાર્જ પેટેની લેણી નીકળતી રકમ સહેલાઇથી મળી રહે તેમજ વધુમાં વધુ મિલકતધારકો સમયાંતરે એડવાન્સમાં વેરો ભરવા પ્રોત્સાહિત થાય તે માટે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમ અમલમાં મુકવાનું સર્વાનુમતે મંજુર


(૫) રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં.૪૬ (ઘંટેશ્વર) બનાવવા માટે ઈરાદો જાહેર કરવા નિર્ણય લેવા (૬) પ્રારંભિક નગર રચના યોજના નં.૩૧ (રાજકોટ)માં રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા રસ્તા અન્વયેની ફેર કામચલાઉ પુન:રચનાની દરખાસ્તને પરામર્શ તરફેણમાં ૫૪ વિરૂદ્ધ ત્રણથી બહુમતે મંજુર


(૭) શહેરના વોર્ડ નં.૫માં બ્રાહ્મણીયાપરા મેઈન રોડ, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે વોર્ડ નં.૫ની વોર્ડ ઓફિસ વાળા ચોકને શ્રી રંગીલા હનુમાનજી ચોક નામકરણ સર્વાનુમતે મંજુર


(૮) રાજકોટની આખરી નગર રચના યોજના નં.૧ (રાજકોટ)ના અનામત પ્લોટ નં.૧૦૮૫ ને બસ ટર્મિનસના હેતુમાંથી રહેણાંક વેંચાણ હેતુ માટે જમીનનો હેતુફેર (વેરીડ) કરવા સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૧ (રાજકોટ) (દ્વિતીય ફેરફાર) બનાવવા માટે ઈરાદો જાહેર કરવાનું તરફેણમાં ૫૪ વિરૂદ્ધમાં ત્રણથી બહુમતે મંજુર


(૯) કામચલાઉ પ્રારંભિક નગર રચના યોજના નં.૨૩ મોટા મવા(રાજકોટ)માં સમાવિષ્ટ સમુચિત સત્તામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી.રસ્તાની દરખાસ્તને પરામર્શ તરફેણમાં ૫૪ વિરુધ્ધમાં ત્રણથી બહુમતે મંજુર


(૧૦) કામચલાઉ પ્રારંભિક નગર રચના યોજના નં.૨૨ મોટા મવા(રાજકોટ)માં સમાવિષ્ટ સમુચિત સત્તામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી.રસ્તાની દરખાસ્તને પરામર્શ તરફેણમાં ૫૪ વિરુધ્ધમાં ત્રણથી બહુમતે મંજુર


(૧૧) રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૪૪(મોટા મવા) બનાવવા માટે ઇરાદો જાહેર કરવાનું તરફેણમાં ૫૪ વિરુધ્ધમાં ત્રણથી બહુમતે મંજુર


(૧૨) અરજન્ટ બિઝનેસ: વોર્ડ નં.૧૨માં ટીપી સ્કિમ નં.૧૫ વાવડીના નવનિર્મિત ગાર્ડન તથા તપન હાઇટ્સ બિલ્ડીંગના કોર્નર પાસે આવેલ ચોકનું સરદાર પટેલ ચોક નામકરણ કરવાનું સર્વાનુમતે મંજુર


(૧૩) અરજન્ટ બિઝનેસ: વોર્ડ નં.૧૭માં કોઠારીયા રોડ ઉપર આવેલ હુડકો જૂનો બસ સ્ટોપ ચોકનું સહદેવસિંહ સરવૈયા ચોક નામકરણ સર્વાનુમતે મંજુર


(૧૪) અરજન્ટ બિઝનેસ: વોર્ડ નં.૬માં બ્રાહ્મણીયા પરામાં શેરી નં.૬/૭ સંત કબીર રોડ ઉપર આવેલ ગાર્ડનનું વલ્લભ વાટીકા નામકરણ સર્વાનુમતે મંજુર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News