રાજકોટની મેટોડા જીઆઇડીસીમાં રહેતા અને ગાર્ડી કોલેજમાં હોમિયોપેથીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 20 વર્ષનાં વિદ્યાર્થીએ નાપાસ થવાના ડરથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરના કારણે યુવાને આપઘાતનું અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં કલ્પાંત વ્યાપ્યો છે. યુવાનના મૃત્યુથી માતા-પિતાએ યુવાન પુત્ર ગુમાવ્યો છે.
પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાધો
પ્રાપ્ત વિગત મુજબ મેટોડા જીઆઇડીસીમાં રહેતો 20 વર્ષીય સૌરવ પ્રફુલભાઈ પરમાર પોતાના ઘરે હતો ત્યારે પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી તેને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. હોમીયોપેથીમાં ભણતા આ વિદ્યાર્થીની તાજેતરમાં જ પરીક્ષા પૂર્ણ થઈ હતી અને પેપરો નબળા જતા નાપાસ થવાના ડરથી આપઘાતનું અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે.
માતા-પિતા મજૂરી કામ કરે છે
મૃતક વિદ્યાર્થીને એક ભાઈ છે અને માતા-પિતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવાર મૂળ જૂનાગઢના મેંદરડાનો છે અને હાલ મેટોડા જીઆઇડીસીમાં રહે છે. આ યુવાન ગાર્ડી કોલેજમા અભ્યાસ કરી રહ્યો હતો.
ગૌરીદળમાં 21 વર્ષના યુવાને ગળેફાંસો ખાધો
આપઘાતના બીજા બનાવમાં મોરબી રોડ પરના ગૌરીદળ ગામમાં રહેતા 21 વર્ષીય ઉદય પ્રવીણભાઈ અજાણીએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગે પરિવારજનોને જાણ થતા જ તુરંત 108 એબ્યુલન્સને બોલાવવામાં આવી હતી. પરંતુ તબીબે જોઈ તપાસી યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. કુવાડવા પોલીસ મથક દ્વારા ગુનો નોંધી આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech