જામનગર શહેરમાં નાગનાથ ગેઇટ ચોકડી પાસે આજે સવારે વધુ એક હિટ એન્ડ રન ની દર્દનાક ઘટના બની હતી, જેમાં એક વૃદ્ધાનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, વૃદ્ધા રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે એક ટ્રક ચાલકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળે જ વૃદ્ધાનું મોત થયું હતું.
મૃતક વૃદ્ધાની ઓળખ ગોદાવરીબેન મોહનલાલ મઢવી (ઉંમર ૭૦) તરીકે થઈ છે. તેઓ નાગમતી ભવન, સી. ૩૦૬, પટેલ સમાજ લાલવાડીમાં રહેતા હતા.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે જી જે ૧૦ ટીટી ૮૪૭૮ નંબરનો ટ્રક કબજે કરી લીધો છે, અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વૃદ્ધાના અણધાર્યા અંતને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech