જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર ગઈકાલે બપોરે એક કાર બેકાબુ થઈ ડિવાઇડર સાથે ટકરાઈ

  • May 26, 2025 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સદભાગ્યે જાનહાની ટળી

જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર ગઈકાલે રવિવારે બપોરે જી.જે.૧૦ ડી.ઇ.૩૦૧૨ નંબરની એક કાર બેકાબુ બની ગઈ હતી, અને વિચિત્ર રીતે સર્જાયેલા અકસ્માતમાં દોઢ ફૂટ ઊંચી દીવાલ તોડીને તેમાં ઘૂસી ગઈ હતી.

સદભાગ્યે કારમાં બેઠેલી વ્યક્તિને કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ રોડની વચ્ચેના ડિવાઇડર ના સિમેન્ટ કોન્ક્રીટના પથ્થરો ઉખડી ગયા હતા, અને ડિવાઈડરને નુકસાન થયું છે. સાથો સાથ કારમાં પણ નુકસાન થયું છે.

આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને લોકોનું ટોળું પણ એકત્ર થયું હતું, તેમજ મહાનગરપાલિકાની ટીમ પણ પહોંચી છે, અને નુકસાની અંગે સર્વે કરાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application