રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં પે એન્ડ પાર્કની સાઈટના કોન્ટ્રાક્ટ માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેમાં કુલ નવ સાઇટના કોન્ટ્રાક્ટ મંજૂર કરવામાં આવ્યા હતા. કાલાવડ રોડ યાજ્ઞિક રોડ સહિતના પોશ વિસ્તારના રાજમાર્ગોની તુલનાએ કોઠારીયા રોડ ઉપરની પે એન્ડ પાર્ક સાઇટના ભાવ સૌથી વધુ ઉપજ્યા હતા, કોઠારીયા રોડ ઉપર વોર્ડ નં.૧૮ માં ટીપી સ્કીમ નં.૧૧ના ફાઇનલ પ્લોટ નં.૪૬ કે જે પુરુષાર્થ સોસાયટીની બાજુમાં આવેલ છે તે પ્લોટ માટે રૂ.૪.૫૦ લાખની અપસેટ પ્રાઇસ સામે વાર્ષિક રૂ.૧૭,૫૧,૦૦૦ના ભાવની હાઈએસ્ટ ઓફર રજૂ થઇ હતી જે મંજુર કરાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કુલ ૩૩ સાઇટ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં નીચા ભાવ આવ્યાનું જણાતા રિટેન્ડર કરાયું હતું અને આ રિ ટેન્ડરમાં ૩૩માંથી ફક્ત નવ સાઇટ માટે ટેન્ડર આવ્યા હતા તે નવુ સાઇટમાં પણ ચાર સાઈટ માટે તો સિંગલ બીડ આવ્યા હતા. આ ઉપરાંત કાલાવડ રોડ ઉપર કેકેવી મલ્ટી લેવલ બ્રિજ નીચે વોકાર્ડ હોસ્પિટલથી સેન્ટ મેરીઝ સ્કૂલ સુધીના રોડ ઉપર કે જ્યાં આગળ હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા સ્નહીઓ તેમજ ખબર અંતર પૂછવા આવનારા લોકો તેમના વાહન પાર્ક કરે છે તે ઉપરાંત સેન્ટ મેરીઝ સ્કૂલ કે જ્યાં આગળ વિદ્યાર્થીઓને લેવા મુકવા આવતા વાલીઓ તેમના વાહનો પાર્ક કરતા હોય છે ત્યાં આગળ પણ અન્ય સાઈટ કરતાં ઊંચા ભાવ ઉપજ્યા છે.સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આજે પે એન્ડ પાર્ક ના કોન્ટ્રાક્ટર મજૂર થતા હવે ટૂંક સમયમાં જ પાર્કિંગ કોન્ટ્રાક્ટરો શહેરીજનોને લૂંટવાનું શરૂ કરશે.
કઇ સાઇટ માટે કેટલા ભાવની ઓફર મંજુર
ક્રમ----સાઇટ----અપસેટ----વાર્ષિક ઓફર
૧.કાલાવડ રોડ ઉપર ડોમીનોઝ પિત્ઝાથી સેન્ટ મેરિઝ સ્કૂલ સુધી બ્રિજ નીચે બન્ને બાજુ રૂ.૨.૨૫ લાખ રૂ.૪.૬૨ લાખ
૨.યાજ્ઞિક રોડ ધનરજની કોમ્પ્લેક્સથી હોટેલ ઇમ્પિરિયલ પેલેસ થઇ જિ.પં.ચોક સુધી બન્ને બાજુ રૂ.૨.૨૫ લાખ રૂ.૪.૦૫ લાખ
૩.હોસ્પિટલ ચોકથી ધ ગ્રાન્ડ ઠાકર હોટેલ સુધી બ્રિજ નીચેના ભાગે રૂ.૯૦,૦૦૦ રૂ.૧,૭૧,૦૦૦
૪.કોઠારીયા રોડ ઉપર પુરુષાર્થ સોસાયટીની બાજુનો ઓપન પ્લોટ રૂ.૪,૫૦,૦૦૦ રૂ.૧૭,૫૧,૦૦૦
૫.એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામેનો પ્લોટ રૂ.૭૦,૦૦૦ રૂ.૩,૩૩,૦૦૦
૬.રૈયા ચોકડીથી ઇન્દિરા સર્કલ સુધી પશ્ચિમ દિશાનો બ્રિજ નીચેનો ભાગ રૂ.૭૫,૦૦૦ રૂ.૮૧,૦૦૦ (સિંગલ બીડ)
૭.જડૂસ ચોકથી મોટામવા બ્રિજ નીચે બન્ને બાજુ રૂ.૭૫,૦૦૦ રૂ.૭૬,૦૦૦ (સિંગલ બીડ)
૮.નાના મવા ચોકડીથી મવડી ચોકડી પૂર્વ દિશાનો બ્રિજ નીચેનો ભાગ રૂ.૭૫,૦૦૦ ૯૦,૯૯૯ (સિંગલ બીડ)
૯. પેડક રોડ વાજપેયી ઓડિટોરિયમ સામેનો ઓપન પ્લોટ રૂ.૭૦,૦૦૦ રૂ.૭૨,૦૦૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુષ્કર્મના આરોપી પાદરી બજિંદરસિંહને આજીવન કેદની સજા
April 01, 2025 03:05 PMઆધારકાર્ડનું કામ આજથી ૧૮ વોર્ડ ઓફિસમાં શરૂ
April 01, 2025 02:59 PM22 દિવસના દાંપત્યજીવનમાં રિસામણે ગયેલ પરિણીતાની વચગાળાના ભરણપોષણની અરજી રદ
April 01, 2025 02:55 PMજામનગરમાં નવા નાગના ગામે સગીરા સાથે દુષ્કર્મ
April 01, 2025 02:54 PMઆવતીકાલે પરશુરામ એવોર્ડ ૨૦૨૫ અર્પણ સમારોહની તૈયારીઓને આખરી ઓપ
April 01, 2025 02:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech