રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે જ્યારે મનસુખ સાગઠિયા સહિત ત્રણ આરોપીના જામીન ફગાવી દીધા છે.
ગુજરાત હાઇકોર્ટે મનપાના પૂર્વ એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોશી અને એન્જિનિયર જયદીપ ચૌધરીના જામીન મંજૂર કર્યા છે. જ્યારે મનસુખ સાગઠિયા, અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
ગત તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા. જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા, રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકર જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ રામજી મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત આસમલ વિગોરા, ટીપી શાખાના આસિસ્ટન્ટ એન્જીનીયર જયદીપ બાલુ ચૌધરી, રાજેશ નરશી મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવા ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો.
NOC વગર જ જોખમી ગેમઝોન ધમધમતું હતું
રાજકોટ TRP ગેમઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર ધવલ ભરતભાઈ ઠક્કર તથા રેસવે એન્ટરપ્રાઈઝના ભાગીદારો અશોકસીહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમા ખુલવા પામે તે તમામ સામે 50 મીટર પહોળુ અને 60 મીટર લાંબુ અને બેથી ત્રણ માળ જેટલુ ઊંચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રિકેશનનું માળખુ ઉભું કરી ગેમઝોન બનાવવામાં આવ્યુ હતું. આ ગેમઝોનમાં આગ લાગવાની ઘટના ઘટતા ખ્યાલ પડ્યો કે, અહીં આગને ઠારવા માટેના કોઈપણ અસરકારક ફાયરના સાધનો નહોતા. NOC વગર જ આ જોખમી ગેમઝોન ધમધમતું હતું. પરિણામે આગની ઘટનાથી 27 નિર્દોષોએ જીવ ગુમાવ્યા. ગુનો કર્યા અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ PSI પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપેલ હતી.
ગેરકાયદેસર બાંધકામ ઊભુ કરી બેરોકટોક ધંધો કરતા
TRP ગેમઝોનમાં રહેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો હુકમ હોવા છતા કાયદા વિરૂધ્ધ ઈમ્પેકટ ફી ભરવા અરજદારે યાદી કરી આપેલ તથા અન્ય આરોપી સાથે મળી કાવતરુ રચી એકબીજાને મદદગારી કરી ઈમ્પેકટ ફી ભરવાના જાવક રજીસ્ટરનો નાશ કરી નવુ રજીસ્ટર બનાવી ઈમ્પેકટ ફીની ફાઈલ ખોટી રીતના ઈન્વર્ડ કરાવી અરજદાર સહિતનાઓએ એકબીજાને મદદગારી કરી ગુનો આચરેલ અને TRP ગેમઝોનમાં ગેરકાયદેસર બાંધકામ તથા ફેબ્રિકેશન ઉભુ કરી બેરોકટોક ગેરકાયદેસર ધંધાઓ 2021થી અરજદાર ચાલવા દેતા હતા તે વખતે અરજદારોના ધ્યાનમાં હતું કે, અગ્નિશામક વસ્તુઓ સ્થળ પર નથી કે તેનો પરવાનો નથી કે જરૂરી લાયસન્સો નથી ગેમઝોનમાં એક્ઝિટ ગેઈટ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech