તાલાલાના સાંગોદ્રા ગામની સીમમાં આવેલા પ્રિમિયર ગીર રીસોર્ટમાં ધમધમતી જુગારની ક્લબ ઉપર ગીર સોમનાથ એલસીબીએ દરોડો પાડી રાજ્ય ભરમાંથી આવેલા 55 જુગારીઓને પકડી પાડી 28.54 લાખ રોકડા, 15 કાર, 70 મોબાઈલ અને વિદેશી દારૂની 4 બોટલ મળી 2.34 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા બાદ મોડી રાત સુધી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 55 જુગારીઓને તાલાલા પોલીસ મથકે લાવતા પોલીસ સ્ટેશન ટૂંકું પડ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં રિસોર્ટ વેરાવળના એસ્ટેટ બ્રોકરનો છે અને તેણે મહેસાણાનાના કડીના શખસને ભાડે આપ્યો હોવાનું સામે આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, તાલાલા તાલુકાના સાંગોદ્રા ગીર અને ચિત્રાવડ ગીર ગામની વચ્ચે જંગલ વિસ્તારમાં ધ પ્રિમિયર ગીર રીસોર્ટમાં ઘણા સમયથી મસમોટી જુગાર કલબ ધમધમે છે જે બાતમીના આધારે વૉચ ગોઠવી સમી સાંજે દરોડો પાડતા રાજયભરમાંથી જુગાર રમવા આવેલા પપ શખ્સોને ઝડપી લઇ રૂ. 28.54 લાખ રોકડા, 15 કાર, 70 મોબાઈલ ફોન તેમજ વિદેશી દારૂની 4 બોટલ મળી કુલ રૂ. 2.34 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબી ટીમે તમામ પપ જુગારીઓને તાલાલા પોલીસ સ્ટેશને સોંપી દઈ કલમ 112 (સંગઠીત ગુનાહિત પ્રવૃત્તિ) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.રિસોર્ટ વેરાવળમાં જમીન-મકાન લે-વેચનું કામ કરતા જયેશ પંડયા ઉર્ફે લાલો પંડયા નામના એસ્ટેટ બ્રોકરનું છે અને તેણે કડીના ભાવેશ નામના શખ્સને ભાડે આપતા ત્રણ મહિનાથી ભાવેશ આ રિસોર્ટ ચલાવતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech