ગુજરાતમાં આજે અંગે દઝાડતી ગરમી અને તોફાની પવન ખાતે ભારે વરસાદનું એલર્ટ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં આજે હીટ વેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું યલ્લો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું વધુ જોર રહેશે. સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર દીવ અને ગીર સોમનાથ જિલ્લામાં, જ્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે.
30 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફુકાશે
મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાંથી ફુકાઈ રહેલા ભેજવાળા પવનના કારણે ગુજરાત ઉપરાંત તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર મરાઠાવાડ તમિલનાડુ પુડીચેરી કેરલા કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વરસાદની સાથો સાથ પ્રતિ કલાકના 30 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફુકાશે.
સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 42.3 ડીગ્રી નોંધાયું
મંગળવારે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 42.3 ડીગ્રી નોંધાયું હતું. 42.2 ડિગ્રી સાથે રાજકોટ તેનાથી લગોલગ હતું. પરંતુ આજે સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં ગરમી વધવાની ચેતવણી આપવામાં આવી છે અને તે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મંગળવારે ભુજમાં 41.3 અમદાવાદમાં 40.8 અમરેલીમાં 40.9 ડીસામાં 40.7 ગાંધીનગરમાં 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી છ દિવસ દરમિયાન ગુજરાત સહિતના નોર્થ વેસ્ટના રાજ્યોમાં મહત્તમ તાપમાન ત્રણ થી પાંચ ડિગ્રી જેટલું વધશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech