એક અઠવાડીયાથી બપોરે આકરો તાપ અને સવાર-સાંજ ઠંડીનું વાતાવરણ: ધીમે-ધીમે ઉનાળાની થશે શરૂઆત
જામનગર સહિત સમગ્ર હાલારમાં હવે ધીરે-ધીરે ગરમીની શરૂઆત થઇ ચુકી છે, બપોરે 11:30 થી 5 દરમ્યાન આકરો તાપ પડવાનો શરૂ થયો છે ત્યારે લઘુતમ તાપમાન 20 ડીગ્રીએ પહોંચ્યું છે, એટલું જ નહીં મહત્તમ તાપમાન 35 ડીગ્રી નજીક એટલે કે 34.6 એ પહોંંચી ગયું છે. એટલું જ નહીં લોકો હવે એસી અને પંખા ઓન કરતા થઇ ગયા છે, પરંતુ મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો પણ થોડો વઘ્યો છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 34.6 ડીગ્રી, લઘુતમ તાપમાન 20 ડીગ્રી, હવામાં ભેજ 55 ટકા, પવનની ગતિ 10 થી 15 કિ.મી.પ્રતિ કલાક રહી હતી. જો કે હવે આગામી દિવસોમાં ધીરે-ધીરે ગરમી શરૂ થશે એવું હવામાન ખાતાએ જણાવ્યું છે, જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે.
ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શરૂઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શરૂ થઇ છે પણ હકીકત છે.
હવે ધીરે-ધીરે ગરમીની પાપા પગલી શરૂ થઇ છે, કદાચ આ મહીના બાદ ઠંડી ધીરે-ધીરે વિદાય લે તેવી શકયતા છે, ગામડાઓમાં પણ મિશ્ર વાતાવરણને કારણે તાવ અને શરદીના કેસોમાં વધારો થયો છે. બપોરના ભાગમાં ઉનાળા જેવી ગરમી શરૂ થઇ ચુકી છે, પરંતુ સાંજે 6 વાગ્યે તરત જ હવામાનમાં ફેરફાર થાય છે અને ધીરે-ધીરે ઠંડો પવન વધે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચારેક દિવસ હજુ ગરમી રહેશે અને ત્યારબાદ ફરીથી ઠંડીનો માહોલ શરૂ થઇ જશે, એટલે કે હજુ લગભગ 15-20 દિવસ સુધી ઠંડીનું પ્રમાણ જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરુપીયા ૬. ૨૨ કરોડની ઠગાઈ મામલે રવિ ચોગઠના બે સગરીતો ઝડપાયા
June 03, 2025 03:55 PMરિંગ રોડ પર રહેતો ૯ વર્ષીય બાળક કોરોનાથી સંક્રમિત
June 03, 2025 03:43 PMમારા બાળકોએ સફેદ દાઢી-વાળ જોઈને પીએમ મોદીને દાદા માની લીધા
June 03, 2025 03:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech