ભેજવાળા વાતાવરણ અને મહત્તમ તાપમાનના પ્રમાણમાં થઈ રહેલા એકધારા ઘટાડાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં રાહત હતી રાજકોટ સહિત રાજ્યના અનેક સેન્ટરોમાં 41 ડિગ્રીને પાર કરી ગયેલું મહત્તમ તાપમાન 37 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે પરંતુ આજથી ફરી ગરમીમાં વધારો થયો છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. ગઈકાલે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 38.9 ડિગ્રી નોંધાયો હતો સુરેન્દ્રનગરમાં 37.4 અમદાવાદમાં 38.8 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું હતું જોકે રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ દ્વારકા ઓખા જામનગર સહિતના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ગરમી ઓછી છે ગઈકાલે દ્વારકામાં મહત્તમ તાપમાન 29.1ઓ નો નોધાયું હતું જે રાજકોટ કરતાં 9 ડિગ્રી જેટલું ઓછું છે. રાજ્યમાં સરેરાશ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવા પામ્યું છે અને તેની સરખામણીએ દ્વારકાનું તાપમાન પાંચથી છ ડિગ્રી જેટલો ઓછુ રહ્યું છે દ્વારકા ઉપરાંત ઓખામાં 31.4 જામનગરમાં 30.3 ડીગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે બોડી સાંજથી સવાર સુધી ગરમીમાં રાહત રહે છે પરંતુ આજે બપોરથી વધારે ગરમીનો અહેસાસ થાય છે આજે રાજકોટમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83% રહયું હતું.
ભારત હવામાન વિભાગએ એપ્રિલ મહિનામાં હીટવેવની આગાહી કરી છે.આઈએમડી એ બુધવારે આગાહી કરતા કહ્યુ હતુ કે 3 થી 6 એપ્રિલ દરમિયાન પુર્વના ભાગોમાં ગરમીની લહેર જોવા મળશે. એપ્રિલ દરમિયાન તાપમાન સામાન્ય કરતા ઉપર રહેવાની શકયતા છે. આ ઉપરાંત પૂર્વ અને ઉત્તર-પૂર્વના ભારતના કેટલાક ભાગોમાં ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્યથી થોડું નીચું પણ જોવા મળશે. જયારે દેશના મોટા ભાગમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. આ સિવાય આઈએમડી એ કહ્યું કે 4 થી 6 એપ્રિલ દરમિયાન ઝારખંડ, રાયલસીમા અને કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ હીટ વેવની સ્થિતિ છે. હવામાન વિભાગે તાજેતરમાં કહ્યું હતું કે ભારતમાં એપ્રિલથી જૂન સુધી ભારે ગરમી રહેશે. મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પ્ના ભાગો પર તેની સૌથી વધુ અસર થઇ શકે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર કણર્ટિક, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે. આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ગરમીની સૌથી વધુ અસર ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કણર્ટિક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં થઈ શકે છે. આઈએમડીએ જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વ ભારતમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સહિત ઘણા રાજ્યોમાં સાત એપ્રિલ સુધી વરસાદ અને વાવાઝોડું આવી શકે છે. મૌસમ વિભાગ માને છે કે વર્ષની શરુઆતથી જ અલ નીનોની સ્થિતિ નબળી પડી ગઇ છે અને વર્તમાનમાં ભૂમધ્યરેખાના પ્રશાંત ક્ષેત્રમાં મધ્યમ પ્રકારના અલનીનોની સ્થિતિ જળવાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech