પેરુવિયન મેક્સિમો નાપાએ ક્યારેય કલ્પના કરી ન હતી કે માછીમારીની સામાન્ય સફર તેને તેના મૃત્યુ તરફ દોરી જશે. તે પેસિફિક મહાસાગરમાં 95 દિવસ સુધી ભૂખ, તરસ અને એકલતા સામે લડીને જીવતો રહ્યો. નાપાએ 7 ડિસેમ્બરના રોજ પેરુના માર્કોનાથી માછીમારી કરવાનું શરૂ કર્યું. 10 દિવસ પછી, એક વાવાઝોડાએ બોટને ભટકાવી દીધી. જેને ગયા બુધવારે, ઇક્વાડોરની ફિશિંગ પેટ્રોલિંગ ટીમે તેને 680 માઇલ દૂર દરિયામાં બચાવી.
નાપાની તબીબી તપાસ પછી તેને હવે એક્વાડોરથી લિમા લઈ જવામાં આવશે, જ્યાં તેની માતા તેની રાહ જોઈ રહી છે. નાપાએ કહ્યું હું દરરોજ મારી માતા અને દીકરીઓને યાદ કરતો હતો. તેમના માટે મારે કોઈ પણ ભોગે જીવવાનું હતું.
હજારો માઈલ દૂર સમુદ્રમાં જયારે એકલા રહી ગયા અને તેનું રાશન સમાપ્ત થઈ ગયું, ત્યારે નાપાએ વંદા, પક્ષીઓ અને કાચબા પણ ખાધા. તરસ છીપાવવા માટે વરસાદી પાણી ભેગું કર્યું. 15 દિવસ તો એવા હતા જ્યારે તેની પાસે ખાવા માટે કંઈ નહોતું પણ તેણે હાર ન માની.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદઃ પાલડીમાં ATS અને DRIનો સપાટો: બંધ ફ્લેટમાંથી 95 કિલો સોનું અને 60 લાખ રોકડા જપ્ત
March 17, 2025 07:17 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૨ના સંસ્કૃત વિષયના પેપરમાં ૯૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
March 17, 2025 05:57 PM'ગાંધારી' ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, આંખો પર પટ્ટી બાંધીને બાળકો સાથે રમતી જોવા મળી તાપસી પન્નુ
March 17, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech