જૂનાગઢમાં ગુલાબી ઠંડીમાં જોમ અને જુસ્સા સો રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનાર ને સર કરવા ૧૬મી ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં ૯ રાજ્યોના ૪૯૪ સ્પર્ધકોએ દોટ મૂકી હતી. સ્પર્ધામાં ચારેય કેટેગરીમાં સૌથી વધુ ગુજરાત ના ૨૦ સ્પર્ધકોનો દબદબો રહ્યો હતો.ઉત્તર પ્રદેશ ના ૧૦, હરિયાણા ૯અને દીવના ૧ સ્પર્ધકો વિજેતા થયા હતા. સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ૩૩.૫૯ મિનિટના સમય સો ઉત્તર પ્રદેશની સતત બીજીવાર તામસી સિંઘે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે હરિયાણાના રાહુલભાઈએ ૫૮.૨૬ મિનિટના, જુનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ૩૬.૨૫ મિનિટના સમય સો જૂનાગઢની માંગરોળ પંથકની જશુ ગરેજા, જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ૧ કલાક ર મીનીટ ૩૦ સેક્ધડ ના સમય સો હરિયાણાના વિકાસભાઈ એ પ્રમ ક્રમ હાસિલ કર્યો હતો.
ગઈકાલે ગુલાબી ઠંડીમાં વહેલી સવારે યોજાયેલી સ્પર્ધાને મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન ક્યાડા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રના ઇન્ચાર્જ ઇન્સ્ટ્રક્ટર ઉપેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના (ગ્રામ્ય) પ્રમુખ ડો. હમીરસિંહ વાળા, સિનિયર સિટીઝન અને એથ્લિટ રેવતુભા જાડેજા તા હીરાલક્ષ્મીબેન વાસાણીસહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. ભાઈઓ માટે ૫,૫૦૦ પગીયા અને બહેનો માટે ૨,૨૦૦ પગયિા સુધી ની સ્પર્ધામાં સ્પર્ધકોએ પંખીની જેમ દોડી અને ઉતરી સ્પર્ધા પૂર્ણ કરી હતી.
સીનીયર બહેનોમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશની તામસી સિંધ બીજા ક્રમે હરિયાણાના અનીતા રાજપુત ૩૬.૩૬ મીનીટ સો,ત્રીજા ક્રમે ગુજરાતની જાડા રીંકલ વિનોદભાઈ ૩૭.૪૩ મીનીટમાં, ચોથા ક્રમે ગુજરાતની કઠેસીયા નીતિબેન પાંચમા ક્રમે જૂનાગઢના ભારતી આશ્રમની ભૂમિકા નકુમ સીનીયર ભાઈઓમાં આ વખતે જૂનાગઢના લાલા પરમાર અને હરિયાણાના રાહુલ વચ્ચે તીવ્ર સ્પર્ધા થઇ હતી જેમાં હરિયાણાના રાહુલે ૩૩ સેકન્ડ ના અંતરે જૂનાગઢના લાલા પરમારને માત આપી પ્રથમ ક્રમ મેળવ્યો હતો બીજા ક્રમે વર્ષોથી પ્રથમ ક્રમાંક આવતા જૂનાગઢ ના લાલા પરમાર ૫૮.૫૯ મીનીટ સો, ત્રીજા ક્રમે ગુજરાતના વાધેલા શૈલેષ મનસુખભાઈ એ ૧.૦૦.૦૬ મીનીટના સમય સો, ચોથો ક્રમે હરિયાણાના રામનિવાસ અને પાંચમા ક્રમે ઉત્તર પ્રદેશના મહંમદ શાહિદ, જુનીયર બહેનોમાં આ વર્ષે ગત વર્ષની પ્રથમ સ્પર્ધક રંજના યાદવને રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લેનાર જૂનાગઢના માંગરોળ ની દીવરાણા ગામની જશુબેન ગરેજા એ માત આપી પ્રથમ ક્રમ મેળવ્યો હતો , બીજા ક્રમે ઉત્તરપ્રદેશના રંજના યાદવ ૩૭.૦૭ મીનીટ સો , ત્રીજા ક્રમે ઉત્તરપ્રદેશના બંદના યાદવ ૩૯.૩૩, ચોથા ક્રમે ગુજરાતની અસ્મિતા કઠેસીયા ,પાંચમા ક્રમે હરિયાણા ની કલ્પના, જુનીયર ભાઈઓમાં પ્રથમ ક્રમે હરિયાણાના વિકાસ, બીજા ક્રમે ગુજરાતના ભાલીયા સંજય અરજનભાઈ ૧ કલાક ૩ મીનીટ અને ૭ સેકંડ સો, ત્રીજા ક્રમે હરિયાણાના રૂષીકેશ એ ૧ કલાક ૩ મીનીટ અને ૨૪ સેકંડ, ચોથા ક્રમે ઉત્તર પ્રદેશના બબલુ સિસોદિયા અને પાંચમા ક્રમે ગુજરાતના સોલંકી દેવરાજ કુમાર એ વિજેતા ઈ ગિરનાર સર કર્યો હતો.
ખેડૂત સંતાનોને એથ્લેટિક, રમતગમત અને વધુ ઉચ્ચ અભ્યાસ કરવાની મહેચ્છા
રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં પ્રમ આવેલ હરિયાણાના સ્પર્ધકને એથ્લેટિક, બહેનોમાં પ્રમ આવેલ ઉત્તર પ્રદેશની સ્પર્ધકને રમતગમત ક્ષેત્રે અને માંગરોળ પંકની ધો.૧૦માં અભ્યાસ કરતી ખેડૂત પુત્રી એ વધુ અભ્યાસ અંગે મહત્વકાંક્ષા વ્યક્ત કરી હતી. ૧૬મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં આ વર્ષે પ્રમ ક્રમે ખેડૂત સંતાનોનો દબદબો રહ્યો છે. સિનિયર ભાઈઓમાં આ વર્ષે ખેડૂત પરિવારમાંથી આવતા હરિયાણાના હિસ્સાર ના રાહુલે પ્રથમ સન મેળવ્યું છે.ગત વર્ષે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં બીજા ક્રમે આવ્યા બાદ આ વર્ષે સતત પ્રેક્ટિસ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું પિતાનું નિધન થયા બાદ મોટાભાઈ પરિવાર નું ગુજરાન ચલાવે છે. રાહુલે એથ્લેટિક ક્ષેત્રે આગળ વધવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશના મિરઝાપુરની ખેડૂત પુત્રી તામસી સિંધ સતત બીજા વર્ષે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સન પ્રાપ્ત કર્યું હતું તામસીએ તેને મળેલી ઇનામી રકમ ઘર ગુજરાન ચલાવવા મદદરૂપ બની રહેશે તેમ જણાવી રમત ગમત ક્ષેત્રે આગળ વધવા ઈચ્છા વ્યક્ત કરી હતી. જુનિયર બહેનોમાં પ્રથમ ક્રમે જૂનાગઢ જિલ્લાની માંગરોળના દીવરાણા ની જશુબેન ગરેજા દીવરાણા હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે તેના પિતા ખેતી કામ કરતા હોવાનું જણાવ્યું હતું. ગત મહિને યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા થઈ હતી અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રથમવાર ભાગ લઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. હજુ ઉચ્ચ અભ્યાસમાં આગળ વધવા ઈચ્છા વ્યક્ત કરી હતી વિર્દ્યાીનીને જુનાગઢ ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી જલ્પાબેન કયાડાએ અભિનંદન આપ્યા હતા.
હરિયાણાનો સ્પર્ધક ઝૂમ બરાબર ઝૂમ: ટીંગાટોળી કરી કાબૂમાં લેવાયો
જૂનાગઢમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં હરિયાણાનો સ્પર્ધક સ્પર્ધા પૂર્ણ યા બાદ નશો કરી હોશ ગુમાવતા તળેટીમાં ટીશર્ટ કાઢી ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં દોડતા યુવકને કાબુમાં લેવા તંત્રમાં દોડધામ વ્યાપી હતી. સવારે સ્પર્ધા પૂર્ણ યા બાદ હરિયાણાના હિસ્સારના એક સ્પર્ધક તળેટી ખાતે મેડિકલ વિભાગના ટેન્ટ માં પ્રામિ સારવાર લીધા બાદ કાબુ ગુમાવી તળેટી વિસ્તારમાં ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં દોડવા મંડ્યો હતો. સ્પર્ધકો અને પોલીસ કર્મીઓ દ્વારા રોકવામાં આવતા તેને પણ એલફેલ બોલી રસ્તા પર સુઈ જતા અન્ય સાીદારો દ્વારા ટીંગાટોળી કરી તેને કાબુમાં લેવા પ્રયાસ કરાયા હતા. ભવના પોલીસની ટીમ દ્વારા યુવકને તત્કાલ સારવાર મળે તે માટે મેડિકલ ટીમ સો રહી ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલે ખસેડવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. એક સમયે યુવક ને વધુ દોડવાી મગજમાં અસર ઈ હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જેી તંત્રમાં પણ યુવકને કાબુમાં લેવા દોડધામ ઈ હતી પરંતુ તેની સો રહેલી સ્પર્ધકોની ટીમ દ્વારા યુવકની સારવાર કરવાને બદલે તળેટી વિસ્તારમાં ટીંગાટોળી કરી લઈ ગયા હતા.ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ફિઝિશિયન દ્વારા યુવકની તપાસ કરતા આલ્કોહોલ લીધો હોવાનો ખુલ્યું હતું. તબીબ દ્વારા યુવકને દવાનો ડોઝ આપી ત્વરિત સારવાર કરવામાં આવી હતી.સ્પર્ધામાં ઇનામ વિતરણ ાય તે પૂર્વ જ યુવક સો રહેલી ટીમ ભવના તળેટીી જતી રહી હતી.સમગ્ર મામલે તંત્ર દ્વારા કોઈ ફોડ પાડવામાં આવ્યો ની પરંતુ સ્પર્ધકની સ્િિત નિહાળી અન્ય સ્પર્ધકો ના હોશ ઉડી ગયા હતા.
ચોટીલાની બે સ્પર્ધકો વિજેતા ન તાં ધ્રુસકે ધ્રુસકે રડી
રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં ગઈકાલે વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા જેમાંરાજ્ય કક્ષાની સ્પર્ધામાં ચોા ક્રમાંક એ આવેલ ચોટીલાની માલકીયા મહેક અને બીજા ક્રમાંકે આવેલી સોનલ ઝાપડિયા વિજેતા ન તા સ્ળ પર જ ધ્રુસકે ધ્રુસકે રડી હતી જો કે જૂનાગઢના લાલા પરમાર સહિતના સ્પર્ધકોએ તેને મોટીવેશન આપ્યું હતું.
૫ મેડિીકલ ટીમોએ ૪૧૦ સ્પર્ધકોને આપી પ્રામિક સારવાર
સ્પર્ધામાં ખેલાડીઓને સારવાર મળી રહે તે માટે ભવના તળેટી ખાતે એક ,જૈન દેરાસર, ગૌમુખી ગંગા, માળી પરબ અને અંબાજી મંદિર સહિત ગિરનાર પર્વત પર ચાર મેડિકલ ટીમ રાખવામાં આવી હતી. ગિરનાર પર્વત પર ૨૪ સ્પર્ધકોને નબળાઈ, ૨૧ ને સ્નાયુમાં દુખાવો, ૮ ને ઉલટી અને ૮ સ્પર્ધકો પડી જતા શરીરે ઇજા તાં ડ્રેસિંગ કરાયું હતું.કુલ ૬૨ સ્પર્ધકોને પ્રામિક સારવાર આપવામાં આવી હતી.ગિરનાર તળેટી ખાતે મેડિકલ ટીમ દ્વારા પગ મચકોડ, સ્નાયુ ખેચાવા, પગમાં સોજાની ફરિયાદમાં સ્પર્ધકોને ડાયક્લોફોમ જેલ અને દુખાવા માટેનું સ્પ્રે, પગ અને હા છોલાતા બેન્ડેડ લગાવી સારવાર આપવામાં આવી હતી.સૌી વધુ દુખાવાની ફરિયાદ કરતા ૩૦૦ સ્પર્ધકોને ગુલાબી ગરમ પાટા, બાંધવામાં આવ્યા હતા.૮ સ્પર્ધકોને ઇજા તા ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે કોઈ સ્પર્ધકને મોટી જાનહાની ઈ ન હતી જેી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech