ગોંડલમાં વીજબિલની અધધધ રકમ જોઈને વેપારીને ચક્કર ચડી ગયા હતા. ફેબ્રિકેશન કામ કરતા વેપારીના ઘરે ૧૪૦ યુનિટનું રૂ.૨,૭૭,૩૩,૩૩૦ વીજ બિલ ફટકરવામાં આવ્યું હતુ. સિંગલ ફેઇસ ૧૪૦ યુનિટનું વીજ બિલ ૨.૭૭ કરોડ આવતા વેપારીનો જીવ અધ્ધર યો હતો.બાદ માં પીજીવીસીએલ દ્વારા ભુલ સુધારી લઈ રુ.૯૦૧નું બીલ આપતા વેપારીએ હાશકારો અનુભવ્યો હતો.
ગોંડલમાં નેશનલ હાઇવે પર ઉર્જા રેસિડેન્સી માં રહેતા અને ફેબ્રિકેશનનુ કામ કરતા નાનજીભાઈ સાકરિયાના ઘરે લાઈટ બિલની અધધ રકમનું બિલ આવ્યું હતુ. તેમના મોબાઈલ પર મેસેજમાં રકમ જોઈને નાનજીભાઈને ચક્કર આવી ગયા હતા.
તેમણે પોતાની કોઈ ભૂલ ની તીને તેનું વેરીફાઈ કરવા માટે મેસેજને બે ત્રણ વાર ધ્યાની વાંચ્યો હતો. સિંગલ ફેઇસ અને ૧૪૦ યુનિટ રીડિંગનું રૂ.૨,૭૭,૩૩,૩૩૦ બિલનો મેસેજ આવ્યો હતો.
૨.૭૭ કરોડની રકમ વાંચીને નાનજીભાઈ ઘરે દોડી આવ્યા હતા. તેમણે મીટરમાં વપરાયેલા યુનિટ વાંચ્યા હતા. બીલમાં ગત માસમાં વપરાયેલા યુનિટ પણ ચકાસ્યા હતા. ૧૪૦ યુનિટ વીજળીનો વપરાશનું આશરે રૂ. નવસો થી હજારનું બિલાય છે. તેની સામે વીજ કંપની ૨.૭૭ કરોડ વીજબિલ આવ્યુ હતું.
અધધધ બીલ અંગે વિજ કંપની માં સંપર્ક કરતા પીજીવીસીએલના નાયબ ઈજનેર સંદીપ સી. હિરાણી એ જણાવ્યું હતું કે ભુલ ઈ હોઈ આંકડો મિસ્ટેક ઈ ગયો હોય અવા તો પંચિંગ મિસ્ટેક ઇ ગઇ હોઈ શકે. પોઇન્ટ પછી ના આંકડા નાખી દીધા હોઈ તો એવું પણ ઈ શકે અવા તો મીટર જમ્પિંગ યું હોઇ તો ફોલ્ટ નું બિલ આપીએ અને મોબાઈલમાં જો મેસેજ આવ્યો હોઈ તો એ ફ્રોડ પણ હોઈ શકે. પીજીવીસીએલની સાઇટ પર થી મેસેજ હોય તો માન્ય ગણી શકીએ આવો ઇસ્યુ હોઇ શક્ય જ નથી.
પીજીવીસીએલનાં નાયબ ઇજનેર ને રજુઆત બાદ હરકત માં આવેલા તંત્ર દ્વારા તત્કાલ બીલ આપનાર કર્મચારી નાનજીભાઇનાં ઘરે દોડી જઇ ફરી ચકાસણી કરી ડીઝીટલ મીટરમાં આંકડા જોઈ ૧૫૦ યુનિટનું રૂ.૯૦૧ બીલ આપતા નાનજીભાઇનાં શ્ર્વાસ હેઠા બેઠા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech