આજીડેમ પોલીસે ખોખડદળ પાસેથી ઉપલેટા અને ધોરાજીની બેલડીને ઝડપી લઇ રાજકોટ શહેર–ગ્રામ્યમાં થયેલ ૧૩ વાહન ચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતાં. પોલીસે આ બેલડી પાસેથી ચોરાઉ ૧૩ બાઈક સહિત .૫.૩૫ લાખનો મુદામાલ કબ્જે કર્યેા હતો. હેન્ડલ લોક વગરની બાઈકની હેડ લાઈટ પાછળનો સોકેટ તોડી ડાયરેકટ કરી આ બેલડી વાહન હંકારી જતી હતી.
આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે.જી.રાણા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિશોર ઝાપડા, કોન્સ્ટેબલ મહેશ કોઠીવાળ, જગદીશસિંહ પરમાર અને ગોપાલ બોળીયાને મળેલી બાતમીના આધારે રાજકોટ કોઠારીયા રીંગ રોડ, ખોખડદડ પુલ પાસેથી રવી ઉર્ફે કાલી રસીકભાઈ સોલંકી (ઉ.વ.૨૯),(રહે.નાગનાથ ચોક, જડેશ્વર મંદીર પાસે, ઉપલેટા) અને મીત સુરેશ વ્યાસ (ઉ.વ.૨૧), (રહે.નિલકઠં સોસાયટી, વૈષ્ણવ વાડી પાસે, ધોરાજી) ને ચોરાઉ બાઈક ન.ં જીજે–૦૩–એલએચ–૩૯૯૬ સાથે પકડી પાડી આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીનો ગુનો ડિટેકટ કર્યેા હતો.
પકડાયેલ બન્ને આરોપીઓની પોલીસે પુછપરછ કરતા આરોપી રવી ઉર્ફે કાલી સોલંકીએ છેલ્લા બે મહીનામાં રાજકોટ શહેરમાં અલગ–અલગ જગ્યાએથી તેમજ રાજકોટ ગ્રામ્યના જેતપુર, ઉપલેટા, શાપર–વેરાવળમાંથી કુલ–૧૨ બાઈકની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી. જે તમામ ચોરાઉ બાઈક આરોપી મીત વ્યાસને વેંચાણ કરવા માટે આપેલ હતાં.
જે ચોરાઉ બાઈક મીત વ્યાસે ધોરાજીમાં અલગ– અલગ વ્યકિતઓને વેંચાણ કરી તેમજ એક બાઈક લાખણકા ગામ વેચ્યુ હોવાની કબૂલાત આપતા અલગ–અલગ જગ્યાએથી ચોરીમાં ગયેલ ૧૩ બાઈક રીકવર કરી કુલ .૫.૩૫ લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મોડી રાત્રીના સમયે હેન્ડલ લોક વગરના બાઇકની હેડ લાઈટની પાછળના ભાગે લાગેલ સોકેટ તોડી બાઇક ડાયરેકટ કરી ચોરી કરતા હતાં
આરોપીએ કયારે કયાંથી બાઇક ઉઠાવ્યા?
૨૫ દીવસ પહેલા આરોપી રવી ઉર્ફે કાલીએ કોઠારીયા સોલવંટ, સિતારામ સોસાયટીમાંથી બાઈક ચોરી કરી,એકાદ મહીના પહેલા ગોંડલ ચોકડી પાસે, આવેલ સોસાયટીમાંથી, દોઢેક મહીના પહેલા માર્કેટીંગ યાર્ડ પાસે સાગરનગરમાંથી, ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે રાજકોટ, કોઠારીયા સોલવંટ, સિતારામ સોસાયટીમાંથી,બાર દિવસ પહેલા વહેલી સવારના જુના માર્કેટીંગ યાર્ડમાંથી, વીસેક દિવસ પહેલા રાત્રીના સમયે આર.ટી.ઓ કચેરી પાછળથી, એકાદ મહીના પહેલા રાત્રીના સમયે જેતપુર પાસે આવેલ ચાંપરાજપુર ગામ રેલ્વે સ્ટેશન પાસેથી, વીસેક દીવસ પહેલા રાત્રીના સમયે કોઠારીયા રીંગ રોડ, તપસી હોટલ પાસેથી, વીસેક દિવસ પહેલા રાત્રીના સમયે જેતપુર શીવમ પાર્ક પાસેથી, એકાદ મહીના પહેલા રાત્રીના સમયે રાજકોટ–ભાવનગર રોડ, રાજારામ સોસાયટીમાંથી, ત્રણેક દિવસ પહેલા શાપર બુધ્ધનગરમાંથી, બે વર્ષ પહેલા રાજકોટ, જુના માર્કેટીંગ યાર્ડ પાસેથી બાઈક ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech