રાજકોટ, સાપર, લીમડી સહિત રાયના ૧૫ તાલુકામાં તોફાની પવન ખાતે સામાન્ય જાપટુ પડું છે. ગયા મંગળવારથી ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે પરંતુ તે નવસારી થી આગળ વધતું નથી. મોનસુન સિસ્ટમને આગળ વધારવા માટેની કોઈ નવી સિસ્ટમ પણ અત્યારે ન હોવાથી ધોધમાર વરસાદ પડતો નથી અને તેના કારણે માવઠામાં આગોતરી વાવણી કરી નાખનાર ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે.
ગુવારે સવારે ૬:૦૦ વાગ્યાથી શુક્રવારે સવારના ૬ વાગ્યા સુધીમાં રાયના ૧૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડમાં ૧૬ ઉમરગામમાં ૧૧ કપરાડા અને પારડીમાં પાંચ પાંચ મિલીમીટર વરસાદ થયો છે. ગાંધીનગરના દહેગામમાં ૧૨ નવસારીમાં ૧૦ જલાલપુરમાં સાત સુરેન્દ્રનગરના લીમડીમાં છ અમદાવાદના ધંધુકામાં પાંચ મિલીમીટર વરસાદ થયો છે. આજે સવારે ૬:૦૦ વાગ્યાથી આઠ વાગ્યા સુધીના પ્રથમ બે કલાકમાં રાયમાં કયાંય વરસાદ થયો નથી.
રાજકોટમાં ગુવારે સાંજે રેલનગર અને માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં તોફાની પવન સાથે સામાન્ય જાપટુ પડું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે ભાવનગર અમરેલી ડાંગ સુરત વલસાડ તાપી છોટાઉદેપુર અને દમણમાં હળવા વરસાદની શકયતા છે. ધોધમાર વરસાદ ન પડવાના કારણે ગરમીનું પ્રમાણ વધી ગયું છે. અમદાવાદમાં ૪૧.૫ ગાંધીનગરમાં ૪૧.૨ સુરેન્દ્રનગરમાં ૪૧.૫ રાજકોટમાં ૪૧ ડીસામાં અને અમરેલીમાં ૪૦.૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
ગુજરાત જેવી જ સ્થિતિ દેશના અનેક રાયોમાં જોવા મળી રહી છે. વરસાદ ગાયબ થઈ ગયો છે અને ગરમીનું પ્રમાણ વધી ગયું છે. સમગ્ર દેશમાં ગઈકાલે સૌથી ઐંચું તાપમાન બિહારના બક્ષરમાં ૪૭.૨ ડિગ્રી નોંધાયું છે. સાઉથવેસ્ટ રાજસ્થાન અને તેને સંલ વિસ્તારમાં સાયકલોનિક સકર્યુલેશન જોવા મળે છે પરંતુ તે વરસાદ ખેચી લાવે એટલું સક્ષમ નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech