ગુજરાત રાજ્ય એસટી નિમગ મહાકુંભમાં એસટી બસ દોડાવવા તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ટૂંક સમયમાં હર્ષ સંઘવી જાહેરાત કરશે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ગુજરાતમાંથી પણ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં મુશ્કેલી વિના પહોંચી શકે તે માટે ગુજરાત એસટી નિગમ બસ દોડાવવા તૈયાર છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી મહાકુંભનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી જ પવિત્ર ગંગામાં સ્નાન કરી ચૂક્યા છે. 45 દિવસ સુધી ચાલનારા આ પ્રયાગરાજ મહાકુંભમાં 40 કરોડથી વધુ ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે. ભારતના વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા માટે મહાકુંભમાં આવી રહ્યા છે.
અમદાવાદથી ઉપડે છે આ ટ્રેનો
અમદાવાદ-પટણા એક્સપ્રેસ (19421)
આ ટ્રેન અમદાવાદ જંકશનથી રાત્રે 9:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 8:20 વાગ્યે પ્રયાગરાજ છિઓકી જંકશન પહોંચશે. આ દરમિયાન મુસાફરીનો સમય આશરે 22 કલાક 30 મિનિટનો રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસનું ભાડું ₹565, AC 3-ટાયરનું ભાડું ₹1,510 અને AC 2-ટાયરનું ભાડું ₹2,180 છે.
સાબરમતી એક્સપ્રેસ (19167)
આ અમદાવાદ અને વારાણસી વચ્ચે ચાર દિવસની સાપ્તાહિક ટ્રેન છે. આ ટ્રેન અમદાવાદ જંકશનથી રાત્રે 11:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 10:15 વાગ્યે વારાણસી જંકશન પહોંચશે. આ દરમિયાન મુસાફરીનો સમય આશરે 35 કલાક 5 મિનિટનો રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસનું ભાડું ₹650, AC 3-ટાયરનું ભાડું ₹1,655 અને AC 2-ટાયરનું ભાડું ₹3,020 છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનની આગામી ચાર ટ્રિપનું ઉત્તર પ્રદેશમાં માર્ગાંતર
April 19, 2025 03:14 PMછૂટાછેડા થયાના પણ ત્રણ વર્ષ બાદ કરવામાં આવેલી દહેજ ની ફરિયાદથી સુપ્રીમ પણ ચોંકી
April 19, 2025 03:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech