ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો તેમજ પરીક્ષકોને સરળતા રહે તે માટે મહત્ત્વના ત્રણ નિર્ણય લીધા
આ નિર્ણયો વિશે ખુદ આયોગના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે. પ્રથમ નિર્ણય એ છે કે અનુભવ જરૂરી ન હોય તેવી ભરતીમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અરજી કરી શકશે.
બીજો નિર્ણય એ છે કે નિબંધલક્ષી પરીક્ષામાં નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરાયું છે. આ સિવાય આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકશે. ત્રીજો નિર્ણય છે કે, ઈન્ટરવ્યૂ માટે આવનારા ઉમેદવારોને નાસ્તો અને ભોજન પણ અપાશે. જેમાં તેમણે આયોગમાં પરીક્ષા આપવા આવનારા ઉમેદવારો ભૂખ્યા ન રહે તે બાબતનું ધ્યાન રાખીને મહત્વની જાહેરાત કરી હતી.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વર્ગ-3ની સીધી ભરતી માટેની લાયકાતમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી, GSRTCમાં વર્ગ-3ની નોકરીઓ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત રહેશે. અત્યારસુધી, ધોરણ 12 પાસ ઉમેદવારો સીધી ભરતી દ્વારા GSRTCમાં ક્લાર્કની નોકરી મેળવી શકતા હતા. જોકે, હવે આ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે.
હસમુખ પટેલે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે, 'છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પણ અરજી કરી શકે તેવી ગઈકાલની રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકશે, તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરીમાં અરજી કરી શકે તેવો નિર્ણય આયોગ દ્વારા લેવાયો છે.'
પરીક્ષકોને મળશે બમણું મહેનતાણું
આ સિવાય પરીક્ષક માટે પણ ખુશીના સમાચાર છે. હસમુખ પટેલે પરીક્ષકના મહેનતાણા વિશે માહિતી આપતા લખ્યું કે, 'નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું છે. આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે.'
ઈન્ટરવ્યૂ આપવા આવતા ઉમેદવારો માટે ખાસ સુવિધા
નોંધનીય છે કે, ઈન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારો માટે પણ GPSC દ્વારા ખાસ સુવિધા કરવામાં આવી છે. જે વિશે માહિતી આપતાં હસમુખ પટેલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, 'આયોગમાં ઈન્ટરવ્યૂ આપવા આવનારા ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળો તેમજ બપોરનું જમવાનું આપવામાં આવશે.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની પત્રકાર પરિષદ
April 19, 2025 02:28 PMજામનગર શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર પકડાયા : એક ફરાર
April 19, 2025 01:50 PMહાલારની ૧પ૯ સસ્તા અનાજની દુકાનોને અલીગઢના તાળા
April 19, 2025 01:46 PMજામનગરમાં નામીચો બુટલેગર પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયો
April 19, 2025 01:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech