બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આંધ્ર પ્રદેશ અને તેલગાણામાં મેઘ તબાહી મચી રહી છે. ગુજરાતમાં પણ છોટા ઉદેપુર ડાંગ પંચમહાલ તાપી દાહોદ નર્મદા નવસારી મહીસાગર જિલ્લામાં વરસાદ શ થઈ ગયો છે. ડાંગ જિલ્લાના વધાઈમાં ચાર અને છોટા ઉદયપુર જિલ્લાના બોડેલીમાં અઢી ઈંચ પાણી પડું છે. ડાંગ જિલ્લામાં તો આજે સવારથી જ જોરદાર વરસાદ શ થઈ ગયો છે. વધઈમાં બે કલાકમાં ચાર, બોડેલીમા દોઢ સુબીરમાં એક ઈંચ પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં દોઢ ઈંચ અને તાપી જિલ્લાના ઉચ્છલમાં એક ઈંચ વરસાદ વરસી ગયો છે હજુ જોરદાર વરસાદ ચાલુ જ છે.
ચોમાસાની ચાલુ સિઝનમાં રાયના ૩૭ તાલુકાઓમાં ૧૪૦% થી વધુ વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્ર્રમાં વરસાદની સૌથી વધુ અસર કચ્છ દ્રારકા પોરબંદર જામનગર અને જૂનાગઢ જિલ્લામાં જોવા મળી છે. કેન્દ્ર સરકારના ૨૦૧૬ ના અછત મેન્યુઅલ મુજબ ૧૪૦% થી વધુ વરસાદ થાય તો લીલો દુકાળ જાહેર કરવો પડે. પરંતુ સરકારે હજુ સુધી આવી કોઈ જાહેરાત કરી નથી.
રાયના જે ૩૭ તાલુકામાં ૧૪૦% થી વધુ વરસાદ થયો છે તેના પર નજર નાખીએ તો અબડાસા તાલુકામાં ૧૯૦, લખપત તાલુકામાં ૧૫૯ માંડવીમાં ૨૩૨ મુન્દ્રામાં ૧૯૦ નખત્રાણામાં ૨૧૬ તારાપુરમાં ૧૬૧ પાદરામાં ૧૪૮ નડિયાદમાં ૧૭૩ બોરસદમાં ૧૬૦ ખંભાતમાં ૧૫૫ જામ કંડોરણામાં ૧૪૦ ધોરાજીમાં ૧૭૬ લોધિકામાં ૧૫૨ મોરબીમાં ૧૪૪ વાંકાનેરમાં ૧૭૨ જામજોધપુરમાં ૧૮૬ જામનગરમાં ૧૪૦ જોડીયામાં ૧૫૩ કાલાવડમાં ૧૯૦ લાલપુરમાં ૧૫૦ ભાણવડમાં ૧૯૦ દ્રારકામા ૩૫૫ કલ્યાણપુરમાં ૨૧૮ ખંભાળિયામાં ૨૪૧ પોરબંદરમાં ૨૧૧ રાણાવાવમાં ૧૮૧ જૂનાગઢમાં ૧૫૧ જુનાગઢ શહેરમાં ૧૫૦ કેશોદમાં ૧૭૨ માણાવદરમાં ૧૭૪ મેંદરડામાં ૧૬૧ વંથલીમાં ૧૭૬ અને વિસાવદરમાં ૧૫૯ કુકાવાવ વડીયામાં ૧૪૪ નેત્રંગમાં ૧૬૩ વાલીયામાં ૧૫૪ પલસાણામાં ૧૫૨ અને ખેરગામમાં ૧૬૧ ટકા વરસાદ અત્યાર સુધીમાં પડી ગયો છે. ભારેથી અતિભારે વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક નાશ પામ્યો છે. જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. મગફળી કપાસ સહિતનો જે થોડો ઘણો પાક બચી ગયો છે તેમાં હવે રોગ આવવાનું અને જીવાતના ઉપદ્રવનું શ થઈ ગયું છે અને હજુ ભારે વરસાદની આગાહી હોવાના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech