હજારો વૈષ્ણવોએ લીધો અલૌકિક દર્શનનો પુણ્યલાભ
'છોટીકાશી' જામનગરમાં ખંભાળીયા ગેઇટ નજીક આવેલા તથા શ્રી મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત શ્રી દ્વારકાધીશનાં પ્રાચીન મંદિરમાં તા.૧૯.૧.૨૦૨૪ ને પોષ વદ પાંચમને રવિવારે સાંજે ૪ થી ૯ દરમ્યાન બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી મોટી હવેલીનાં ગાદિપતિ પૂ.પા.ગો.શ્રી ૧૦૮ હરીરાયજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તથા પૂ.પા.ગો.શ્રી ૧૦૮ વલ્લભરાયજી મહોદયનાં માર્ગદર્શન હેઠળ મુખ્યાજી રમેશભાઇ દ્વારા પ્રથમ વખત આયોજીત દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવમાં પૂ. હરીરાયજી મહારાજ તથા પૂ. વલ્લભરાયજી મહોદય સહપરીવાર પધાર્યા હતા, અને તેઓની પાવન નિશ્રામાં મહાઆરતી સાથે મહોત્સવનાં દર્શનનો શુભારંભ થયો હતો.
ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા તથા સ્થાનિક કોર્પોરેટરો સહિતનાં આગેવાનોએ છપ્પન ભોગ મહોત્સવનાં દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
વિવિધ મનોરથીઓ તથા આમંત્રિત અતિથીઓ અને મહાનુભાવો ઉપરાંત હજારોની સંખ્યામાં વૈષ્ણવોએ છપ્પન ભોગ મહોત્સવનાં અલૌકિક દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા છપ્પન ભોગ મહોત્સવ સમિતિ દ્વારા શ્રમયજ્ઞ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech