સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી સહિત અલગ અલગ ચાર જિલ્લાઓના ખેડૂતો દ્વારા મહુવાના માર્કેટીંગ યાર્ડમાં ટ્રકા ભરીને ડુંગળીનો જથ્થો ઠલવાઈ રહ્યો છે. ડુંગળીની ભાવનગર જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં વિક્રમજનક આવક યથાવત રહી છે. અત્રે એ ખાસ નોંધનીય છે કે, ભાવનગર અને મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે એટલુ જ નહિ તેના ભાવ પણ પ્રમાણમાં ઉંચા મળી રહેતા હોય ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એકતરફ ગોહિલવાડમાં વિવિધ ઉનાળુ પાકોનું અર્ધું વાવેતર પૂર્ણ થઈ ગયેલ છે. ગત વર્ષોની તુલનામાં આ વર્ષે પણ કમોસમી વરસાદની આગાહી અને મિશ્ર હવામાનના માહોલમાં ભાવનગર જિલ્લામાં ઉનાળુબાજરી અને તલ સહિતના પાકના વિસ્તારમાં વૃધ્ધિ નોંધાઈ રહી છે. તેમાંય મહુવા સહિત ભાવનગર જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં નવી સિઝનની ડુંગળીની ચોતરફથી મબલખ આવક નોંધાઈ રહી છે. એટલે જ સિઝન દરમિયાન મહુવા સહિતના યાર્ડોમાં ડુંગળીની ખરીદી માટે માત્ર સ્થાનિક વિક્રેતાઓ જ નહિ બલકે પરપ્રાંતીય વેપારીઓ પણ ભારે ઉત્સાહ દાખવી રહ્યા છે.
અત્રે એ ખાસ નોંધનીય છે કે, સમગ્ર ગુજરાત રાજયમાં ભાવનગર જિલ્લામાં મહુવા અને તળાજા પંથકમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કરવામાં આવી રહ્યું છે. એટલે જ મહુવા અને તળાજા પંથકમાં સૌથી વધુ ફેકટરીઓ એટલે કે ડિહાઈડ્રેશન પ્લાન્ટ આવેલા છે. નવી સિઝનના પ્રારંભથી જ મહુવા માર્કેટીંગ યાર્ડમાં દિન પ્રતિદિન ડુંગળીની આવકમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં તા.૧૪ ને સોમવારે સફેદ ડુંગળીની ૭૧૨૯ ગુણીની આવક થઈ હતી અને તેના રૂા ૧૫૫ ઉંચા ભાવ બોલાયા હતા, જયારે મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીની ૧,૩૧,૦૦૦ થેલીઓનું વેચાણ કરાયુ હતુ. જયારે પ્રતિ મણ રૂા ૧૯૩ સુધીના ઉંચા ભાવ બોલાયા હતા.આથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ક્રિકેટ મેચ નહીં, થ્રિલર મૂવી, દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું
April 17, 2025 12:32 AMનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMપોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, 9 લાખના રોકાણ પર મળશે 16,650 રૂપિયા
April 16, 2025 07:38 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech