રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના સીસીટીવી વાઇરલ થવાની ઘટનામાં ગુજરાતનું આરોગ્ય વિભાગ હવે સફાળું જાગ્યું છે. આરોગ્ય વિભાગે ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલના વડાઓને એક પરિપત્ર મોકલ્યો છે. જેમાં દર્દીઓની પ્રાઇવસી ભંગ કરતા સીસીટીવી ચેક કરવા આદેશ આપ્યો છે. આ અંગે એક ટીમ બનાવીને તમામ હોસ્પિટલમાં ચેક કરવા સૂચના આપી છે. સાથોસાથ ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની ગોપનિયતા ભંગ થાય તેવી જગ્યાએ સીસીટીવી કેમેરા નહીં રાખવા તાકીદ કરી છે.
ક્ષતિ જણાય તો તાત્કાલિક ધોરણે આવા કેમેરા દૂર કરો
પરિપત્રમાં લખ્યું છે કે, હોસ્પિટલો ખાતે આવેલા સીસીટીવી કેમેરા દર્દીની ગોપનિયતાનો ભંગ કરે છે કે કેમ તેની ચકાસણી કરવા આપની કક્ષાએથી એક ટીમની રચના કરવી, તેમજ સંસ્થા ખાતે લગાવવામાં આવલા કેમેરા કોઈ વોર્ડ કે ઓપરેશન ટેબલ પર દર્દીની ગોપનિયતાનો ભંગ કરતો હોય તે પ્રકારના વિઝ્યુઅલ આવતા હોય તો તે પ્રકારે ફીટ કરેલા ન હોવા જોઈએ. જેની ચકાસણી કરી જો આવી ક્ષતિ જણાય તો તાત્કાલિક ધોરણે આવા કેમેરા દૂર કરવાની કાર્યવાહી કરવાની રહેશે. રાજ્યની તમામ હોસ્પિટલોએ કોઈપણ દર્દીઓની ગોપનિયતાનું હનન ન થાય તેની ખાસ તકેદારી રાખવી.
શું છે સમગ્ર મામલો
ગુજરાતને શર્મસાર કરતી ઘટના હોસ્પિટલોમાં થતી હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ખળભળાટ મચી ગયો છે. મહિલાઓના ચેકઅપના વીડિયોને યુ-ટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બનાવી બતાવવાના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. સગર્ભાના ચેકઅપના વીડિયો યુ-ટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલનું સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ આપીને રૂપિયા કમાવવાના ગોરખધંધાનો પણ પર્દાફાશ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ હોસ્પિટલના ડોક્ટર અમિત અકબરીએ પણ મીડિયા સમક્ષ સ્વીકાર કર્યો છે કે, હા આ વીડિયો અમારી હોસ્પિટલના છે. વીડિયો કઈ રીતે વાઇરલ થયા એ અમને ખબર નથી.
રાજકોટની હોસ્પિટલના જ સીસીટીવી હોવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો?
સૌથી પહેલાં આ આપત્તિજનક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. એટલે ટૂંકાગાળામાં જ ઘણા બધા લોકો સુધી પહોંચી ગઈ હતી. એક યુવકના ધ્યાને આ વીડિયો આવતાં તેના મનમાં સવાલો ઉઠ્યા હતા અને પોતાના મિત્ર સાગર પટોળિયાને વાઇરલ વીડિયો વિશે જાણ કરી હતી. સાગરે આ વીડિયો ક્યાંનો છે, કોણે અપલોડ કર્યા હોય શકે એ બાબતે તપાસ કરી પરંતુ કાંઈ ખાસ સફળતા ન મળી. આખરે સાગર પટોળિયાએ અમદાવાદ સાયબર ક્રાઇમને એક્સ (ટ્વીટર) પર ટેગ કરીને વાઇરલ વીડિયો બાબતે તપાસ કરવા ધ્યાન દોર્યું હતું.
આ રીતે પાયલ હોસ્પિટલ રડારમાં આવી
જ્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ સમક્ષ આ ઘટના આવી તો તેમણે વીડિયોનું પ્રાથમિક તબક્કે એનાલિસિસ કર્યું. એ દરમિયાન અમુક મુદ્દા ધ્યાને આવ્યા. જેમ કે વાઇરલ સીસીટીવી ફૂટેજમાં લોકો ગુજરાતી બોલતા હતા. એટલે સાયબર ક્રાઇમને આ ઘટનાની ગંભીરતા તેમજ સંવેદનશીલતાનો અંદાજો આવી ગયો. તેમણે તરત જ ફરિયાદ નોંધીને સત્તાવાર રીતે તપાસ શરૂ કરી દીધી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે તમામ સીસીટીવી મેળવીને ડિટેલ્ડ એનાલિસિસ શરૂ કર્યું, તેમાં નોંધ્યું કે આ સીસીટીવી ફૂટેજમાં જોવા મળતા દર્દી અને હોસ્પિટલ સ્ટાફ સૌરાષ્ટ્રના લહેકામાં ગુજરાતી ભાષા બોલી રહ્યા છે. એટલું જ નહીં, વીડિયોમાં ‘ડૉક્ટર સાહેબ અમિત’ તેમજ કેટલીક નર્સના નામ પણ સંભળાયા. જેથી ડૉક્ટર અમિત સૌરાષ્ટ્રની કઈ હોસ્પિટલમાં સેવા આપે છે એ શોધખોળ અમદાવાદ સાયબર ક્રાઇમે શરૂ કરી. આ રીતે પાયલ હોસ્પિટલ રડારમાં આવી.
સીસીટીવી ફૂટેજમાં ઘણી વસ્તુ મળતી આવતી હતી
રાજકોટની પાયલ હોસ્પિટલે પોતાના સારા કામના પ્રમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યા હતા. જે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમના ધ્યાને આવી ગયા. કારણ કે પાયલ હોસ્પિટલના પ્રમોશનલ વીડિયો અને વાઇરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં ઘણી વસ્તુ મળતી આવતી હતી. એટલે અમદાવાદ સાયબર ક્રાઈમે રાજકોટની સ્થાનિક પોલીસની મદદની કેટલાક મુદ્દાની ખરાઈ કરાવી. આમ, અંતે ખબર પડી ગઈ કે મહિલાઓના આપત્તીજનક સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા છે એ રાજકોટની પાયલ હોસ્પિટલના જ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા
February 25, 2025 04:49 PMજામનગર ; રામપર ગામમાં જવેલર્સની દુકાનમાં ખાતર પાડતા તસ્કરો
February 25, 2025 04:43 PMભાટીયા ખાતે પુ.વલ્લભરાયજી મહોદયની ઉપસ્થિતિમાં ફુલફાગ હોલી રસીયા ઉત્સવનું આયોજન
February 25, 2025 04:33 PMહિન્દુ સેના તથા મહાનુભાવોએ નિહાળી છાવા ફિલ્મ
February 25, 2025 04:28 PMશોએબ અખ્તરે બાબર આઝમની ઝાટકણી કાઢી, વિરાટનો રોલ મોડેલ સચિન છે અને તમારો?...ટુકટુક?
February 25, 2025 04:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech