નારાજ કાર્યકરોને મનાવવા માટે અને ટિકિટથી વંચિત રહેલાઓને ચેરમેનપદ ફાળવવા ગુજરાતમાં સંખ્યાબધં બોર્ડ નિગમ છે આવા બોર્ડ–નિગમમાં લાંબા સમયથી નિમણૂકો થઇ નથી પરંતુ દરેક ચૂંટણી વખતે નહવે નિમણુકો થશેથ તેવા સમાચારો મીડિયામાં વહેતા કરીને નારાજ આગેવાનો–કાર્યકરોને ગાજર દેખાડવામાં આવે છે. જોકે હવે સરકાર ખર્ચ બચાવવા સહિતના મામલે જાગૃત બની છે અને ઓછા મહત્વના અથવા બીન ઉપયોગી બોર્ડ નિગમ બધં કરવાની દિશામાં આગળ વધી રહી છે. એટલું જ નહીં અમુક કિસ્સાઓમાં તો તેનો અમલ પણ શરૂ થઇ ગયો છે.
ગુજરાત સરકાર બોર્ડ – કોર્પેારેશનમાં પદાધિકારીઓની નિમણૂંક તો નથી જ થતી એ તો હકીકત છે સચિવાલયમાં ચર્ચાતી વાતો જો સાચી માનીએ તો એક શકયતા એવી ઉભી થઇ રહી છે છે કે રાય સરકાર હાલના બોર્ડ–કોર્પેારેશનને પણ બધં કરવાનું વિચારણા ચલાવી રહી છે. આ માટે ખાનગી રહે કામગીરી પણ શ કરી છે જેનો જીવતો જાગતો પુરાવો તાજેતરમાં મળ્યો છે.
રાયના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્રારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક ઠરાવથી ગુજરાત વેરહાઉસિંગ કોર્પેારેશનની ૧૪૪ જગ્યાઓ નાબુદ કરી દીધી છે વેરહાઉસિંગ કોર્પેારેશનનુ માળખું નબળું બનાવી ધીમે ધીમે તેનું અસ્તિત્વ ખતમ કરી દેવામાં આવશે.
આવી જ રીતે ગુજરાત ગ્રામ વિકાસ નિગમ ચૂપચાપ બધં કરી દેવામાં આવ્યું છે.આ ઉપરાંત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ,પશુપાલન વિકાસ બોર્ડ વગેરેને પણ લગભગ કોમામાં સરી પડયા છે. ટૂંકમાં ગુજરાત રાયના બોર્ડ– નિગમનું અસ્તિત્વ હવે ક્રમશ: નાબુદ થશે એવા એંધાણ છે.આવા બોર્ડ નિગમોમાં ચાલતા ભ્રષ્ટ્રાચારના ભોરીગના કારણે સરકાર બદનામ થઈ રહી છે. રાયમાં લોકસભાની ચૂંટણી પહેલા અને પછી બોર્ડની નિગમમા નિમણૂક થાય તેવી ચર્ચાઓ જોરશોલ થી ચાલી હતી પરંતુ આ બોર્ડ નિગમનું ગાજર એમને એમ લટકતું રહ્યું ધારાસભ્યો કાર્યકરો અને આગેવાનો આ લટકતા ગાજર સામું જોતા રહ્યા છે.
વાતો કરતા હોય છે કે, નાના આગેવાનો અને કાર્યકરોને ચાર્જ કરવા માટે જ જાણીજોઈને ભાજપ હાઈકમાન્ડ દ્રારા વખતોવખત બોર્ડ–નિગમોમાં રાજકીય નિમણૂંકનુ ગાજર લટકાવામાં આવતુ હોય છે.
તાજેતરમાં ફરીથી જે આ પ્રકારની ચર્ચા શ થઈ છે. આમ છતાં કોઈ મોટી નિમણૂકો થવાની નથી.તે વાત નક્કી છે.લોકસભાની ચૂંટણી, સ્થાનિક સ્વરાયની ચૂંટણી પણ પતી ગઈ મંગાવેલા બાયોડેટા અભેરાઈ પણ ચડી ગયા તો એક લોબીએ તો સ્પષ્ટ્ર અભિપ્રાય આપી દીધો છે કે સરકાર બહત્પમતીમાં છે.હવે આવી કોઈ જરીયાત નથી.હવે બોર્ડ–નિગમોમાં નિમણૂક કરાશે નહીં એ વાત પાકી છે.હવે આ પ્રકારની ચર્ચા માત્ર ગાજર લટકાવવાથી વિશેષ કશુ નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech