રાજ્યભરની નગરપાલિકાઓ માટે સરકારે 313 નવી જગ્યા ઊભી કરી

  • April 18, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નગરપાલિકાઓની કચેરીના પ્રાદેશિક કમિશનરની ઓફિસમાં તથા રાજ્યની નગરપાલિકાઓ ખાતે જુદાજુદા સંવર્ગની કુલ ૩૧૩ નિયમિત પગાર ધોરણની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

નવી 333 રેગ્યુલર જગ્યાઓ ઉપરાંત આઇસીટી ઓફિસર (આઈટી એન્જિનિયર)ની કુલ ૩૪ જગ્યાઓ પણ ઉભી કરવામાં આવી છે અને તે જીઆઈએલ મારફત આઉટ સોર્સથી મેળવવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ ઇજનેર સિવિલ વર્ગ ૩ ની બાવન, મ્યુનિસિપલ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ ૩ ની ૨૨ એન્વાયરમેન્ટ ઈજનેરની વર્ગ-3 ની 28 ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ ની 52 સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ-3 ની 52 અને મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ ત્રણ ની 107 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. નવી જગ્યાઓ જે ઊભી કરવામાં આવી છે તે માટે પગાર સહિતના જુદા જુદા ખર્ચા માટે કુલ રૂપિયા 18.23 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સિવિલ એન્જિનિયર વર્ગ ત્રણ ની 52 જગ્યામાંથી અ અને બ વર્ગની નગરપાલિકાઓને તે ફાળવવામાં આવશે. અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની વર્ગ-3 ની જગ્યાઓ અ વર્ગની નગરપાલિકાઓને ફાળવવામાં આવશે. એન્વાયરમેન્ટ એન્જિનિયરની 28 જગ્યામાંથી ગાંધીનગર અમદાવાદ ભાવનગર સુરત રાજકોટ વડોદરા એમ દરેક ઝોનમાં એક- એક જગ્યા ફાળવશે અને બાકીની 22 જગ્યા અ વર્ગની નગરપાલિકાઓને ફાળવવામાં આવનારી છે. આવી જ રીતે આઈસીટી ઓફિસરની 34 જગ્યામાં દરેક ઝોનને બબ્બે જગ્યા ફાળવવામાં આવશે અને બાકીની 22 જગ્યા અ વર્ગની નગરપાલિકાઓને ફાળવવામાં આવશે.

આ ઉપરાંત ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, સેનેટરી ઇન્સ્પેક્ટરની તમામ જગ્યાઓ અ વર્ગની 52 નગરપાલિકાઓને ફાળવવામાં આવશે. મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની કુલ 107 જગ્યાઓ ભરવામાં આવનારી છે અને તે તમામ જગ્યા ક અને ડ વર્ગની નગરપાલિકાઓને ફાળવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News