BZ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ફસાયેલા રોકાણકારો માટે આખરે સારા સમાચાર આવ્યા છે. કરોડો રૂપિયાના આ કૌભાંડમાં ભોગ બનેલા લોકોને તેમના નાણાં પરત આપવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. CID ક્રાઈમ બ્રાન્ચની સઘન તપાસ બાદ, રોકાણકારોને રાહત આપવાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
CIDના DIG પરિક્ષીતા રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે, “BZમાં જે લોકોએ રોકાણ કર્યું છે, તેમની માહિતીના આધારે એક CAને આ તપાસમાં સામેલ કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાના CAની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આશરે 11 હજાર રોકાણકારો હતા. જેમાંથી હાલમાં 3500 રોકાણકારોના નાણાં પરત આપવાના બાકી છે. BZની આશરે 100 કરોડની પ્રોપર્ટી છે, જેને હરાજી કરીને આગામી પાંચેક દિવસમાં રોકાણકારોને તેમની રકમ પરત આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.”
CID ક્રાઈમ બ્રાન્ચની તપાસ
CID ક્રાઈમ બ્રાન્ચ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન, BZની વેબસાઈટ પરથી 11,232 રોકાણકારોની એન્ટ્રી મળી આવી હતી, પરંતુ તેમાંથી 1,286 રોકાણકારોની એન્ટ્રીનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ 422 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા, જેમાંથી 172 કરોડ રૂપિયા આપવાના બાકી હતા. બાકીના રૂપિયા ક્યાં ગયા તેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, ભૂપેન્દ્ર ઝાલાએ 40 મોબાઈલ ફોન અને 12,518 સ્ટેમ્પ પેપર પણ ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી
February 25, 2025 11:50 AMકોડીનારના અરીઠિયા ગામે ગેરકાયદે ખનન રૂા.૫૫.૪૭ કરોડ દડં વસુલવા કાર્યવાહી
February 25, 2025 11:48 AMદિલ્હી વિધાનસભામાં કેગનો રિપોર્ટ આપ શાસનના ભ્રષ્ટાચારનો પર્દાફાશ
February 25, 2025 11:41 AMજામનગર : ગુજરાત સરકારના આદેશોનુસાર 4 કેદીઓને જેલમુક્ત કરાયા
February 25, 2025 11:41 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech