ગોંડલમાં પવિત્ર શ્રાવણ માસને લઈને મુકતેશ્વર સેવા ટ્રસ્ટનું મુકિતધામ (સ્મશાન)ને રોશનીથી શણગારવામાં આવ્યું છે. આખા શ્રાવણ માસ દરમિયાન મુકિતધામ રોશનીથી ઝગમગી ઉઠશે.
મુકિતધામ (સ્મશાન) આશરે ૮ વિઘા માં પથરાયેલું છે. જેમાં મુખ્ય દ્રારે ગણેશજી અને હનુમાનજી મહારાજ બિરાજમાન છે. ત્યાર બાદ શિવજી ની ભવ્ય મૂર્તિ મુકવામાં આવી છે. અને મુકતેશ્વર મહાદેવ ના મંદિર નજીક ૧૨ યોર્તિલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે ૧૨ યોર્તિલિંગ પર આખો દિવસ પાણી નો અભિષેક થાય છે.
છેલ્લા ૧૯ વર્ષથી શ્રાવણ માસ દરમિયાન મુકિતધામ (સ્મશાન) માં આવેલ મુકતેશ્વર મહાદેવ મંદિર ખાતે રોજ રાત્રીના બ્રાહ્મણો ની ઉપસ્થિત માં લઘુદ્ર યજ્ઞ યોજાય છે. રોજિંદા અલગ અલગ પરિવારજનો પૂજા અર્ચના કરવા બેસે છે. લઘુદ્ર પૂર્ણ થયા બાદ વિવિધ શણગાર કરી ૧૫૧ દિવડાની દીપમાળા કરી આરતી ઉતારવામાં આવે છે આરતી સમયે ડમં, ઢોલ નગારા સાથે આરતી ગાવામાં આવે છે. શ્રાવણ માસમાં દિવસ દરમિયાન સવારે ૬.૦૦ વાગ્યે, બપોરે ૧૨.૦૦ વાગ્યે અને સાંજે ૭.૦૦ વાગ્યે આરતી કરવામાં આવે છે.ગોંડલ મુકિતધામ ખાતે મુકતેશ્વર મહાદેવ મંદિર ખાતે ૫૧ કિલો ફ્રત્પટ અને ફલ નો શણગાર કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભકતો દર્શનાર્થે ઉમટી પડા હતા. ફ્રત્પટના શણગારમાં તરબૂચ, દ્રાક્ષ, મોસંબી, કેળા, સફરજન, ડ્રેગનફ્રત્પટ, જામફળ, પાઈનેપલ, પપૈયા, દાડમ, ટેટી, ચીકુ, કિવી, સ્ટ્રોબેરી, સંતરા સહિતના ફ્રત્પટથી શણગાર કરવામાં આવ્યો હતો. દર્શનાર્થે આવતા સર્વે ભકતો ને બપોરે પ્રસાદ સ્વપે ફ્રત્પટની પ્રસાદી આપવામાં આવી હતી.
૨૪ વર્ષથી લોકમેળામાં આઈસ્ક્રીમનો સ્ટોલ કરી આવક સ્મશાનમાં વાપરવામાં આવે છે
ગોંડલમાં સેવાનો પર્યાય બનેલ મુકતેશ્વર સેવા ટ્રસ્ટમાં પ્રમુખ ઉપપ્રમુખ કે અન્ય કોઈ હોદાઓ રાખવામાં આવ્યા જ નથી અહીંનો નાનો કે મોટો દરેક કાર્યકર પ્રમુખ જ માનવામાં આવી રહ્યો છે આ ગ્રુપ દ્રારા છેલ્લા ૨૪ વર્ષ સુધી શહેરમાં યોજાતા લોકમેળામાં આઈસ્ક્રીમનો સ્ટોલ કરી તેમાં થતી આવક સ્મશાનના કામકાજમાં ઉપયોગ કરવામાં આવી રહી છે છેલ્લા બે વર્ષથી મુકતેશ્વર સેવા ટ્રસ્ટ દ્રારા શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ નગર યાત્રાનું આયોજન કરવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech