ભારતમાં સોનાનો ભાવ ભડકે બળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં સોનાની દાણચોરીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી સોનાની દાણચોરીના બે દિવસમાં બે કિસ્સા બન્યા છે. ગઈકાલે દુબઈથી આવેલી રાજકોટની મહિલા અમદાવાદ એરપોર્ટ પર 34.73 લાખના સોના સાથે ઝડપાઈ હતી. મહિલાએ 383 ગ્રામ સોનુ લેગીન્સમાં છૂપાવ્યું હતું. સોનાની કિંમતમાં વધારો થતાં દાણચોરીનું સોનું રોજબરોજ પકડાઇ રહ્યું છે.
મળતી માહિતી મુજબ, રાજકોટની મહિલા દુબઇથી 34.73 લાખનું સોનુ લેગીન્સમાં બે પડ વચ્ચે સંતાડીને દાણચોરી કરતા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાઇ હતી. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મળેલી માહિતીના આધારે આ મહિલાને ઝડપીને તેની લેગીન્સમાંથી ગોલ્ડ સ્પ્રે 382.170 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું.
અમદાવાદ કસ્ટમ્સની એઆઇયુ ટીમને મળેલી માહિતીના આધારે ગઈકાલે દુબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ નં. 6ઇ-1478માંથી એક મહિલા મુસાફરને અટકાવી હતી. તપાસ દરમિયાન તે મહિલા મુસાફર પાસે 24 કેરેટનું 382.170 ગ્રામ સોનું મળી આવ્યું હતું. જે ગોલ્ડ સ્પ્રે પેસ્ટ અને કેમિકલના મિશ્રણમાંથી બનાવવામાં આવ્યું હતું.
આ સોનાને મહિલા મુસાફરે પહેરેલી લેગીન્સના બે પડ વચ્ચે સંતાડ્યું હતું. આ જપ્ત થયેલા સોનાની બજાર કિંમત રૂ. 34,73,925 છે. કસ્ટમની તપાસમાં આ મહિલા મુસાફર રાજકોટની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ સોનુ મહિલા કોના માટે લાવી હતી વગેરે બાબતે ઝીણવટીભરી પૂછતાછ કરીને તપાસ હાથ ધરી છે.
સોમવારે ત્રણ કિલોથી વધુ સોનુ ઝડપાયું હતું
ગત સોમવારે જ અબુધાબીથી અમદાવાદ આવેલા બે પ્રવાસી પાસેથી પોણા ત્રણ કરોડની કિંમતનું ત્રણ કિલોથી વધુ સોનુ ઝડપાતાં એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બંને પ્રવાસીઓએ જીન્સ પેન્ટના કમરના ભાગે પ્લાસ્ટિક સ્ટ્રિપમાં સોનું સંતાડ્યું હતું. સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને લાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ-વિદેશમાં થનારા ડેલીગેશનમાં યુસુફ પઠાણ સામેલ નહીં થાય
May 19, 2025 02:41 PMજામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામા વિપક્ષનો હંગામો
May 19, 2025 02:34 PMજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech