પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજની વિદ્યાર્થીનીએ રાયફલ શુટીંગ સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન દાખવતા તેને બિરદાવવામાં આવી છે.
પોરબંદર શહેરમાં નામના ધરાવણી ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દરેક ક્ષેત્ર પછી તે શિક્ષણ જગત, સ્પોર્ટસ કે પછી એન.સી.સી., એન.એસ.એ.સ. હોય કે દરેકમાં ભાગ લઇ આગળ પડતું સ્થાન ધરાવે છે. શિક્ષણ જગતમાં અનુભવી પ્રાધ્યાપકો દ્વારા અને સ્પોર્ટસમાં કોચ દ્વારા વિદ્યાર્થીનીઓને શ્રેષ્ઠ તાલીમ આપી આગળ વધારવા માટે હમેશા પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમાં બી.કોમ., અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી ઉર્મિ દુર્ગેશભાઇ રત્નાગ્રાહી એન.સી.સી.માં જોડાઇને પોતાની ઉજળી કારકિર્દી માટેના દ્વાર ખોલ્યા છે. ઉર્મિ એ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં બી.કોમ., અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રવેશ મેળવતા તેને એન.સી.સી.માં રસ દાખવ્યો અને કોલેજના એ.એન.ઓ. શાંતિબેન ભુતીયા પાસે ટ્રેનીંગ લીધી. ત્યાં તેણે એન.સી.સી. વિષે પ્રાથમિકજ્ઞાન મેળવ્યુ. એન.સી.સી.માં તેનો પ્રથમ કેમ્પ સી.એ.સી.ટી. કેમ્પજે પ્રાંસલામાં હતો તેમાં જોડાઇ જેમાં તેને અનેક સ્પર્ધાઓમાં ભાગ લઇ કૌવત બતાવ્યુ હતુ. ત્યારબાદ તેની પસંદગી બીજા કેમ્પ જે આખા ઇન્ડિયા સંગઠન દ્વારા યોજાયેલ એસ.એન. આઇ.સી. -સ્પેશ્યલ નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પમાં જઇ જે સેલ્યુલર જેલ અંદામાન નિકોબારમાં યોજાયો હતો. તે પછી એ.એલ.સી. -એડવાન્સ લીડરશીપ કેમ્પ જે મુંબઇમાં યોજાયો હતો તેમાં જોડાઇ તેણે કેમ્પ દરમિયાન ‘ભારત કી ખોજ’ કવીઝ કોમ્પીટીશનમાં ભાગ લીધેલ અને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ત્યાર પછી તેની જામનગરમાં એ.આઇ.એન. એસ.સી. -ઓલ ઇન્ડીયા નૌ સૈનિક કેમ્પમાં પસંદગી થઇ અને તે કેમ્પમાં જોડાઇ. હાલમાંજ રાજકોટ ખાતે ૧૦ મીટર ઓપન સેન્ટપોલ સ્કૂલ રાયફલ-પિસ્તોલ, શુટીંગ કોમ્પીટીશનમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલમેળવ્યો હતો.
આમ, ઉર્મિ દુર્ગેશભાઇ રત્નાગ્રાહીએ શિક્ષણ જગતની સાથે સાથે એન.સી.સી.માં જોડાઇ તેની કારકિર્દીને અથાગ મહેનત અને પરિશ્રમથી ઉજ્જવળ બનાવી અને તેના પરિવાર અને સંસ્થાનું નામ રોશન કરી ગૌરવની અનુભૂતિ કરાવી. ઉર્મિની આ અવિસ્મરણીય સિધ્ધિ બદલ ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયા, એકેડેમિક ટ્રસ્ટી ડો. હીનાબેન ઓડેદરા, ભરતભાઇ વિસાણા, ડો. ભરડા, પ્રિન્સિપાલ ડો. કેતન શાહ, ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અંગ્રેજી માધ્યમના ડાયરેકટર કલ્પનાબેન જોષી અને તમામ સ્ટાફગણે ઉર્મિને આગળ પણ આવી જ સિધ્ધિ હાંસલકરી તેની કારકિર્દીને ઉજ્જવળ બનાવે તેવા આશીર્વાદ સાથે શુભેચ્છા આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech