ચોટીલા અમદાવાદ નેશનલ હાઇવે ઉપર રાત્રીનાં રિલાયન્સ કંપનીના ગેસના બાટલા ગેર કાયદેસર ડાયવર્ટ કરવાનું કૌભાંડ એસડીએમ ની ટીમના હાથે ઝડપાતા વાહન સહિત ૧૦.૬૯ લાખનો મુદ્દામાલ જ કરી માલિક સામે કાર્યવાહી હાથ ધરાતા ચકચાર જાગી છે.
મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રીના ચોટીલા પ્રાત અધિકારી હર્ષદ મકવાણા તેમની ટીમ સાથે નેશનલ હાઈવે ઉપર આકસ્મિક ચેકિંગમાં હતા તે દરમિયાન એક આઇસર ગાડીને રોકી તલાશી લેતા રિલાયન્સ કંપનીના એલપીજી ગેસના ૯૫ બાટલા મળી આવ્યાં હતા અને ચાલકની પુછપરછ અને દસ્તાવેજોની ચકાસણી કરતા કરતા ગેસના બાટલા ડાયવર્ટ કરવાનો મામલો સામે આવ્યો હતો
ચેકિંગ દરમ્યાન મળી આવેલ એલપીજી સિલિંડર રિલાયસં પેટ્રો માર્કેટિંગ, મેટોડા રાજકોટ ખાતેથી ભરીને ગોંડલના રીબડા ગામે લઇ જવાના હતા પરંતુ ગેસ ભરેલી ગાડી ડાયવર્ઝન કરીને સુરેન્દ્રનગરના સાયલા ખાતે લઈ જવાઈ રહેલ હતા જે ચોટીલા હાઇવે ઉપર તંત્રના હાથે ઝડપાતા એલપીજી ગેસનું ડાયવર્ઝન કૌભાંડ સાથે અનઅધિકૃત વહન ઝડપાતા ચકચાર જગાવી છે.
ચોટીલા પ્રાત અધિકારી દ્રારા ૧ આઇસર ગાડી નંબર– જી જે. ૦૩ એ. ઝેડ ૭૪૦૭ અને ૯૫ એલપીજી કોમર્શિયલ સિલિંડર ઝડપી પાડી કુલ . ૧૦.૬૯.૧૭૨ નો મુદ્દામાલ જ કરી ચોટીલાની ગેસ એજન્સીનાં ગોડાઉનમાં મુકાવી
રીબડાના ધીરજભાઈ ઉકાભાઇ લીલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
કોમર્શિયલ બાટલાઓને નાના બાટલાઓમાં તેમજ અન્ય બાટલાઓમાં ગેર કાયદેસર રિફિલીંગ કરવાનું અનેક સ્થળોએ કૌભાંડ ચાલતું હોવાની ચર્ચા છે ત્યારે જ કરાયેલ જથ્થો આવા કોઇ કૌભાંડનો હિસ્સો હતો કે કેમ તે સહિતની બાબતો તપાસનો વિષય બનેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે
May 19, 2025 10:48 AMવીર શહીદોના સન્માનમાં જોડિયામાં તિરંગાયાત્રા
May 19, 2025 10:44 AMવેસ્ટ ટુ એનર્જી કંપની બંધ થતાં જામ્યુકોને નુકશાન
May 19, 2025 10:41 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech