વીર શહીદોના સન્માનમાં જોડિયામાં તિરંગાયાત્રા

  • May 19, 2025 10:41 AM 

કે​​​​​​​બીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત


જામનગર જીલ્લાના જોડિયા ગામમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું આ તિરંગાયાત્રા જોડિયાની હુન્નરશાળા ખાતેથી સ્વામિનારાયણ મંદિર સુધી કાઢવામાં આવેલ હતી તમેજ જોડિયા ખાતે સ્વતંત્રસેનાની પ પૂ. રંભાફઈબાની હુન્નરશાળામાં તસવીરને હાર પહેરાવી  કેબિનેટમંત્રી રાઘવજી પટેલ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા ચંદ્રિકાબેન અઘેરા,જેઠાભાઇ અઘેરા, ધરમશીભાઈ ચનીયારા, રસિકભાઈ ભંડેરી, ચિરાગભાઈ વાંક, પુનિતભાઈ ભટ્ટ, પાર્થભાઈ સુખપરિયા, ભરતભાઈ ઠાકર, કિશોર ભાઈ મઢવી. અકબરભાઈ પટેલ, હેમલભાઈ પરી, ભરતભાઈ દલસાણીયા વગેરેએ રંભાફઈબાની તસવીરને હાર પહેરાવીયા હતા અને આ તિરંગાયાત્રામાં હોમગાર્ડ જવાનો પોલીસ સ્ટાફ તથા ભાજપના કાર્યકરો તથા જોડિયાના ગ્રામજનો જોડાયેલ હતા અને તિરંગાયાત્રા જોડિયાના મુખ્યમાર્ગ પરથી પસાર થઈ હતી અને ભારત માતા કી જયના નારા સાથે જોડિયાની બજારમાં ફરી અને સ્વામિનારાયણના મંદિર ખાતે સંપન્ન થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application