જાણવા મળતી વિગતો મુજબ, કાગવડ પાસે વીજ ટ્રાન્સફોર્મરમાંથી કેબલ વાયરની ચોરી થયા અંગે વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકારે અન્ય સ્થળોએ પણ ચોરી થઈ હોય જેથી આ ટોળકીને ઝડપી લેવા માટે રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સૂચનાના પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પી.આઈ. વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા તેમની ટીમ તપાસમાં લાગી હતી.
દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર અને કોન્સ્ટેબલ મીરલભાઈ ચંદ્રવાડીયાને મળેલી બાતમીના આધારે વીરપુર નજીક નેશનલ હાઈવે પર રવિ હોટલ પાસેથી બે શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતા. જેમની પૂછતાછ કરતા તેમના નામ પંકજ અમૃતલાલ મારૂ (રહે. શાસ્ત્રીનગર, ગાંધીગ્રામ, રાજકોટ, મૂળ તમાચણ તા. ધ્રોલ) અને સીતારામ ઉર્ફે ઈશ્વરભાઈ ગુલાબભાઈ ચેખલિયા (રહે. હાલ શાપર વેરાવળ, મૂળ .કનિયાડ તા.પાળીયાદ) હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસે બંને શખસોની સઘન પૂછતાછ કરતા તેણે અલગ અલગ સાત સ્થળોએ વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયરની ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી આ બંને શખસોએ આ સિવાય કોઈ ચોરીના બનાવને અંજામ આપ્યો છે કે કેમ? તેમજ તેમના આ ગુનામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ? તે અંગે તપાસ હાથ ધરી છે.
બેલડી આપેલી ગુનાની કબુલાત
રાજકોટ એલસીબીએ ઝડપી લીધેલી આ બેલડીએ અઢી માસ પૂર્વે કાગવડ પાસે ટી.સી માંથી ચોરી કરી હતી. આજ સમયગાળામાં વીરપુર નજીક પીઠડીયા ગામ પાસે મંદિર નજીકની ટી.સી.ને નિશાન બનાવ્યું હતું. ત્રણ માસ પૂર્વે પડધરી નજીક આજ સમયે અમરેલીના વડીયા પાસે, ચાર મહિના પૂર્વે કાલાવડ પાસે, પાંચ મહિના પૂર્વે ગોંડલના જામવાડી જીઆઇડીસી નજીક અને ત્રણેક મહિના પૂર્વે સુપેડી નેશનલ હાઈવે નજીક ટી.સી.માંથી કોપર વાયરની ચોરી કર્યાની કબુલાત આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેરમાં ઉનાળાની સીઝનને અનુલક્ષીને ફૂડ શાખા સક્રિય: વ્યાપક સ્થળે ચેકિંગ
May 19, 2025 11:52 AMબરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર ભાણવડ પોલીસનો દરોડો
May 19, 2025 11:47 AMસુન્ની મુસ્લિમ સમાજ દ્વારકા દ્વારા સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ
May 19, 2025 11:45 AMવીર શહીદોના સન્માનમાં દ્વારકા-ખંભાળીયામાં યોજાતી તિરંગા યાત્રા
May 19, 2025 11:43 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech