ટાઉનહોલ પાસે ચોરી કરવાની પેરવી કરતા એલસીબી ત્રાટકી
જામનગર અને રાજકોટમાં ચોરીને અંજામ આપનાર બે શખ્સો સામે જામનગર પોલીસે ગેંગ કેસનો ગુનો નોંધ્યો છે.
જામનગર એલ.સી.બી.શાખાના સ્ટાફને બાતમી મળેલ કે અગાઉ જામનગર જીલ્લા માં તથા રાજકોટ શહેર માં વાહન ચોરી, તથા ઘરફોડ ચોરીઓ ના ગુનાઓ ને અંજામ આપનાર ઉપેન્દ્રભાઇ કાનાભાઇ મુખરજી (જાતે બંગાળી ઉ.વ.ર1 રહે. ગુરુદ્વારા ચોકડી જલારામનગર રબારી ચોક જામનગર) તથા. મનિષ ઉર્ફ મકો દેવાભાઇ ગાંડાભાઇ જોગસવા (ઉ.વ.23 , રહે. નવાગામ ઘેડ શેરી નં-1 મહાદેવના મંદિર પાછળ હનુમાન ચોક જામનગર) કે જે બન્ને ગુનાહિત કૃત્ય રચી,ગેંગ બનાવી, ચોરીઓને અંજામ આપવાના ઇરાદે, જામનગર શહેરમાં ટાઉન હોલ સીટી બસ સ્ટેન્ડ પાસે ચોરી કરવા ની પેરવી કરી રહયા છે.
જે બાતમી આધારે બન્ને ઇસમોને પકડી લઇ મજકુર ઇસમોની ગુન્હાહિત પ્રવૃતિ ઉપર નિયંત્રણમાં લાવવા માટે બન્ને વિરૂધ્ધ પોલીસ કર્મચારી એ જ ફરીયાદ આપતા બંને આરોપીઓ વિરૂધ્ધ પોલીસ સબ ઇન્સ સી.એમ. કાંટેલીયા એ ગેંગકેસ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી ઉપેન્દ્ર મુખજીર્ સામે જામનગર માં ત્રણ કેસ.અને મનીષ જોગસવા સામે જામનગર અને રાજકોટમાં પાંચ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech