સાતમ–આઠમના તહેવાર બાદ પણ શહેરમાં તીનપતીનો જુગાર રમતા જુદા જુદા વિસ્તારમાં પોલીસે દરોડા પાડી બે મહિલા સહીત ૨૪ વ્યકિતને ઝડપી લીધા હતા અને રોકડ ૫૯,૨૪૦ની મત્તા કબજે કરી કરી હતી.
શહેરના ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે બી–ડિવિઝન પોલીસે દરોડો પાડી રોહિત કિરીટભાઈ સોઢા, પ્રતાપ છગનભાઇ લૈયા, હિરેન કિશોરભાઈ વાઢેર, હાર્દિક જાદવભાઈ વાડોદરા, મિલન કિશનભાઇ કબીરા, મયુર ભુપતભાઈ ચૌહાણ, કનુ રમેશભાઈ નૈયા, અમિત કિશોરભાઈ વાઢેર, વિશાલ જાદવભાઈ વાડોદરા, મયુર અનિલભાઈ પરમાર અને આકાશ પ્રકાશભાઈ પરમારને ઝડપી પાડી રોકડ ૨૦,૧૫૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો છે.
થોરાળામાં મકાનમાં ચાલતા જુગાર પર દરોડો
થોરાળામાં શિવાજી નગર શેરી નં–૫માં રહેતો સંજય ભરતભાઈ બારૈયા પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમવા માટેની વ્યવસ્થા પુરી પાડી બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યો છે જે બાતમીના આધારે થોરાળા પોલીસે રેઈડ કરતા જુગાર રમતા જયદીપ મુકેશભાઈ વૈશ્નાણી, શિવમ દેવજીભાઈ શિયાળ, મોઇન મુસ્તાક ગામેતી, શાહખ મહોમ્મદભાઈ માજોઠી, અશલમ અલીભાઈ પઠાણ અને મકાન માલીક સંજય ભરતભાઈ બારૈયાને ઝડપી પાડી રોકડ ૨૩,૫૩૦ની મત્તા કબ્જે કરી હતી. રેઇડ દરમિયાન સન્ની જેશીંગભાઈ ધામેચા નાસી જતા તેની શોધખોળ હાથ ધરી કાર્યવાહી કરી છે.
આજીડેમ પોલીસે મહિલા સહીત છ ને પતા રમતા ઝડપ્યા
સ્વાતિ પાર્ક નજીક અક્ષરાતીત એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા હંસાબેન ડાયાભાઇ ડાવેરા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા આજીડેમ પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી સંચાલિકા હંસાબેન ડાયાભાઇ ડાવર, નિલેશ મનહરભાઈ ભાસ્કર (રહે–રેલવે સ્ટેશન મેઈન રોડ, હંસરાજનગર), ઉમર અલ્લારખાભાઈ બ્લોચ, સુલેમાન અલીભાઈ સમા, રહીમ ઓસમાણભાઈ મીર (રહે–ત્રણેય,રસુલપરા), ભાવનાબેન ઇલેશભાઇ ગોહિલ (રહે–કાવ્ય પેલેસ, મવડી) તમામને આજીડેમ પોલીસે રેઇડ દરમિયાન પકડી પાડી રોકડ ૧૪,૮૦૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો છે.
મોચીનગરમાં વરલી રમાડતો શખ્સ ઝબ્બે
ગાંધીગ્રામ પોલીસે મોચીનગર નજીક વરલીના આંકડા લખી જુગાર રમાડતા અબ્દુલ ગફારભાઈ પરમારને રોકડ અને વરલીના સાહિત્ય સાથે પકડી પાડી ગુનો નોંધ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech