ઘોઘા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં વોન્ટેડ એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ ખાતેથી ઝડપી પાડયો હતો અને તેને ઘોઘા પોલીસના હવાલે કર્યો હતો.
સપ્ટેમ્બર ૨૦૨૪ માં એસઓજીએ બાતમીના આધારે કુડા ચોકડી પાસે વોંચ ગોઠવી ત્રણ શખ્સને મેથાએમ્ફટામાઈન ડ્રગ્ઝના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂા.૭, ૦૮, ૨૦૦ ની કિંમતનો ૭૦. ૭૨ ગ્રામ જથ્થો કબજે કરી જે તે સમયે ઇકબાલ ચૌહાણ, રાજેશ સોલંકી અને જયેશ ગોહેલને ઝડપી પાડ્યાં હતા.આરોપીની પૂછપરછ દરમિયાન બનાવમાં સાજીદ ચૌહાણની સંડોવણી સપાટી પર આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો.
આ શખ્સની પૂછપરછમાં અનવર ઉર્ફે એ.બી .ઇબ્રાહિમભાઇ સીદી નામના શખ્સની સંડોવણી ખુલતા અને આ આરોપી મુંબઇમાં હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચના વી.વી.ધ્રાંગુ સહિતની ટીમ મુંબઇ ગઇ હતી અને મુંબઇમાં વોચ ગોઠવી આરોપી અનવરને મુંબઈ ખાતેથી ઝડપી પાડી તેને ભાવનગર લાવવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચના સુત્રોએ જણાવ્યું હતું કે મુંબઇમાં આરોપીને ઝડપી પાડવા ભારે દોડધામ કરવી પડી હતી. જો કે આરોપી ઝડપાઈ જતા તેની સામે ઘોઘા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હોય આરોપીને ઘોઘા પોલીસના હવાલે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદઃ પાલડીમાં ATS અને DRIનો સપાટો: બંધ ફ્લેટમાંથી 95 કિલો સોનું અને 60 લાખ રોકડા જપ્ત
March 17, 2025 07:17 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૨ના સંસ્કૃત વિષયના પેપરમાં ૯૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
March 17, 2025 05:57 PM'ગાંધારી' ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, આંખો પર પટ્ટી બાંધીને બાળકો સાથે રમતી જોવા મળી તાપસી પન્નુ
March 17, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech