આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા શરદપૂર્ણિમા પર્વે તલગાજરડામાં કવિ કમલ વોરાને નરસિંહ મહેતા સન્માન અર્પણ થયું હતું. આ પ્રસંગે મંગળ ઉદ્બોધન આપતાં મોરારિબાપુએ કહ્યું હતું કે, કવિતામાંથી શબ્દ, સ્પર્શ, ગંધ, રૂપ અને રસ પ્રાપ્ત થાય છે.
મોરારિબાપુએ નરસિંહ મહેતા સન્માન અર્પણ કાર્યક્રમ પ્રસંગે પોતાનાં મંગળ ઉદ્બોધનમાં વાલ્મીકિનાં, તુલસીનાં અને નરસિંહનાં શબ્દો સંદર્ભે ભાવ વંદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કવિતામાંથી શબ્દ, સ્પર્શ, ગંધ, રૂપ અને રસ પ્રાપ્ત થાય છે. નરસિંહ મહેતા અને ગિરનાર જૂનાગઢનાં સ્મરણ સાથે સન્માનિત કવિ કમલ વોરાની સહજ વિનમ્રતા પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો હતો. આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા મોરારિબાપુનાં સાનિધ્ય સાથે તલગાજરડા રામવાડીમાં શરદ પૂર્ણિમા સાથે વાલ્મીકિ જયંતિ અવસરે નરસિંહ મહેતા સન્માન ૨૦૨૪ પ્રસંગે મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય થયેલ.
નીતિન વડગામાનાં પ્રભાવી સંચાલન સાથે રઘુવીર ચૌધરી દ્વારા પ્રાસંગિક વાત થયેલ.સન્માનિત કવિ કમલ વોરાએ કાવ્યપાઠ દ્વારા પોતાની રચનાઓ પ્રસ્તુત કરી. કમલ વોરાનાં સર્જન કર્મ વિશે રાજેશ પંડ્યાએ અભ્યાસ પૂર્ણ સૌને માહિતગાર કર્યા હતા. સન્માન કાર્યક્રમ પ્રસંગે શ્રી દલપત પઢિયાર દ્વારા અધ્યાત્મ ચિંતન સભર વાતો સાથે સૌનું સ્વાગત કરેલ. આ પ્રસંગે પ્રારંભે સુરેશ જોશી દ્વારા ભાવવાહી ’હળવે હળવે હરજી...’ પદગાન સૌએ માણ્યું હતું. અહીંયા ભાવનગરની ઓમ શિવ સંસ્થા દ્વારા નીતિન દવેનાં સંકલન સાથે ’આજની ઘડી તે રળિયામણી’ રાસ રજૂ થયો હતો. આ સન્માન કાર્યક્રમમાં હરિશ્ચંદ્ર જોશીનાં સંચાલન સંકલન સાથે કવિ વિનોદ જોશી લિખિત અને સાહિત્ય અકાદમી અંતર્ગત પ્રબંધ કાવ્ય ’સૈરન્ધી’ હિન્દી અનુવાદનું મોરારિબાપુનાનાં હસ્તે લોકાર્પણ થયું હતું. આ સાથે ’સૈરન્ધી’ નાટ્ય મંચનની પ્રભાવી પ્રસ્તુતિ થઈ, જેમાં દેવકી દેસાઈ સાથે કલાકારોની ભૂમિકા રહીહતી. અહીંયા પૂર્ણિમા ખંડેરિયા, પ્રણવ પંડ્યા સાથે હોદ્દેદારો અને વિદ્વાનો સાહિત્યકારો ભાગ્યેશ જહા, માધવ રામાનુજ, ભદ્રાયુ વછરાજાની, હર્ષદ ત્રિવેદી.... વગેરે સાથે રસિકોએ મોટી સંખ્યામાં કાર્યક્રમ માણ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech