અખાદ્ય પેકેટ મળી આવતા ફૂડ શાખા ચોંકી ઉઠી: ખાડો ખોદીને જેસીબીથી તમામ ચીજવસ્તુઓનો નાશ કરાયો
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા જાગી ઉઠી છે, એક ગોડાઉનમાં તપાસ કરતા અલગ અલગ ચીજવસ્તુમાં એકસપાયરી ડેટ પૂરી થઇ ગઇ હોય, જપ્ત કરીને આ તમામ જથ્થો ખાડામાં દાટી દેવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, છેલ્લા કેટલાક સમયથી આ જગ્યાએથી એકસપાયર થયેલા કેડબરી ચોકલેટ, સોનપાપડી, હલવો, વિનેગર, મખના, ચેવડો, શાહી મસાલા સહિતના પેકેટસ અખાદ્ય હતા, છતાં તેનું ધોમ વેચાણ કરવામાં આવતું હતું, આથી ફૂડ શાખાએ આ તમામ જથ્થો ચેકીંગ કરીને કબ્જે કર્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરને મળેલ ફરીયાદ અનુસંધાને શહેરના વરિયા મસ્જીદની બાજુમાં, મરછી પીઠ ચોક, ખોજા નાકા, જામનગરના ગોડાઉનમાં તપાસ કરતાં ગોડાઉન તથા સેલ વિભાગમાં રહેલ અલગ-અલગ ખાદ્ય ચીજોમાં લેબલમાં એક્સપાયરી ડેટ મળી આવતા તેમજ દુકાન/ગોડાઉનમા કાયદા મુજબ કોઈ જગ્યાએ ગઘઝ ઋઘછ જઅકઊ નો બોર્ડ દશર્વિેલ ન હતો તેથી વિક્રેતાના જણાવ્યા મુજબ સમગ્ર એક્સપાયરી જથ્થો ૠઉં10ઝડ8507 છોટા હાથી વહીકલમાં સોર્ટિંગ કરી એક્સપાયરી ડેટેડ માલ અલગ તારવી સમગ્ર જથ્થો આશરે 3.5 લાખ ની કીમતનો માલ ડમ્પીંગ સાઈડ, ગુલાબનગર ખાતે જેસીબીથી ખાડો કરી જમીનમાં દાટવામાં આવેલ સદર કામગીરી સવારના 1.30 થી બપોર ના 4.30 સુધી પૂર્ણ કરવામાં આવેલ.
આ ગોડાઉન સાજીદ મહંમદ કપડવંજીનું હોવાનું ખુલ્યું છે અને આ અંગે મ્યુ. કમિશ્નરની સૂચના મુજબ તપાસની કાર્યવાહી ચાલી રહી છે, નાશ કરાયેલા જથ્થામાં કેડબરી, ચોકલેટ, કુકીઝ, 7પ ગ્રામના પ0 પેકેટસ, કુરકુરે 100 ગ્રામના ર0 પેકેટ, કેડબરી સેલીબ્રેશન 178 ગ્રામના 300 પેકેટ, સોનપાપડી, પાસ્તા પ00 ગ્રામના 4પ પેકેટ, બોરેજીસ બ્રાન્ડના પાસ્તા 3પ0 ગ્રામના 60 પેકેટ, બેકર્સ ચોઇસ લાડી પાઉં રપ0 ગ્રામના રપ પેકેટસ, બેકર્સ ચોઇઝ પીઝા બ્રેડ રપ0 ગ્રામના 1પ પેકેટસ, જેમ્સ 60 પેકેટ, ડેરી મીલ્ક 1ર0 ગ્રામના ર00 પેકેટ, કેશરી હલવા મીકસ ર00 ગ્રામના 7પ પેકેટ, ટોરટીલા પપ ગ્રામના ર1 પેકેટ, ઓરીયો બીસ્કીટ પ00 અને 300 ગ્રામના 1ર0 પેકેટ, બોન્વીટા બીસ્કીટ 1ર0 ગ્રામના 6પ પેકેટનો નાશ કરાયો છે.
આ ઉપરાંત સફોલા માયોનીસ 90 ગ્રામના 3પ પેકેટ, મ્યુસલી 34પ અને પ00 ગ્રામના 30 પેકેટ, સ્ટ્રોબેરી ઓટસ પ00 ગ્રામના 1પ પેકેટ, સફોલા સોયા પપ પેકેટ, ગોરીમાં મીકસ નટસ ર00 ગ્રામના પપ પેકેટ, વિમલ એપલ વેનીગર, પ00 એમએલ ચંદન મીલ 100 ગ્રામનું એક પેકેટ, ફાલુદા રોઝ 3 પેકેટ, રાજગરા ફલેવર લોટ ર00 ગ્રામ 7 પેકેટ, બેરીચોકો 1 પેકેટ, નટર્સ સુપર ફૂડ મીકસ ર00 ગ્રામના 18 પેકેટ, ટાટા નુડલ્સ, માઇનીટી 170 ગ્રામના 13 પેકેટ, ડાબર ઓવર 1ર0 ગ્રામની 10 બોટલ, રસના વીટા રર0 ગ્રામના ર3 પેકેટ, કોલેસ ચોકો 340 ગ્રામના 1ર પેકેટ, ઇન્સટન્ટ કોફી ર00 ગ્રામના 10 પેકેટ, હની સ્પોટસ 40 ગ્રામના 1ર પેકેટ, શાહી મસાલા 4પ ગ્રામના પ0 પેકેટ, સુપ પપ ગ્રામ 70 પેકેટ, બાદશાહ મસાલા 100 ગ્રામના 9 પેકેટ, એમડીએચ મસાલા 7 પેકેટ, હલ્દીરામ પાટીસાના 16 પેકેટ પણ કબ્જે કયર્િ છે.
ફૂડ શાખાએ વંડર લેન્ડ ર00 ગ્રામના 13 પેકેટ, મખાના 4 પેકેટ, મીકસ ચીકી 7પ ગ્રામના 30 પેકેટ, યુનીબીક કોકોનટ 300 ગ્રામના 7 પેકેટ, ચેવડો રપ0 ગ્રામના 1પ પેકેટ, શાહી પનીર મસાલા 100 ગ્રામના 7 પેકેટ, ચાઇનીઝ મસાલા ર00 ગ્રામના 10 પેકેટ, ઓનીયન પાઉડર મસાલા ર00 ગ્રામના 7 પેકેટ, બોનવીટા, મુખવાસ, જ્યુસ, ઓટસ, કેક, ગાર્લીક સોસા, ઢોસા મસાલા, ચેવડો, પોપકોન, ચોકો સ્પ્રેડ, મધ, પીઝા સોશ, બીસ્કીટ, ડ્રાયફ્રુટ, પોપકોન સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરીને જેસીબી વડે ખાડો ખોદીને તેનો નાશ કરવામાં આવ્યો છે, આ કાર્યવાહી ફૂડ શાખાના નિલેશ પરમાર, ડી.બી. પરમારે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech