રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર રહેતા અને સોશિયલ મીડિયા ચેનલમાં ૧૨ લાખથી વધુ સબસ્ક્રાઇબર ધરાવનાર શેર બ્રોકરનું ફેક આઈડી બનાવી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર તેમના નામે ફેક આઈડી મારફત ગ્રુપ બનાવી શેર બજારની ખોટી ટિપ્સ આપી છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે શેર બ્રોકર દ્રારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, સાધુવાસવાણી રોડ પર કોપરસ્ટોનમાં સી– ૫૦૧ માં રહેતા મનીષભાઈ મહેશભાઈ પટેલ (ઉ.વ ૪૭) દ્રારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઇડીના ધારક વિદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મનીષભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ૩૦ વર્ષથી શેરબજારનું કામકાજ કરે છે અને સોશિયલ મીડિયામાં ટેલીગ્રામમાં પોતાની ચેનલ ચલાવે છે જેમાં ૧૨ લાખથી વધુ સબસ્ક્રાઇબર છે. ચાર વર્ષ પહેલા તેમને કેટલાક પરિચિતના ફોન આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, નાણા ટ્રાન્સફર કર્યા છે અને બમણા થઈને કયારે આપશો? આ બાબતે મનીષભાઈએ તપાસ કરતા તેમના સોશિયલ મીડિયા આઈડીનો કોઈએ ગેરઉપયોગ કર્યેા હોવાનું સામે આવ્યું હતું. મનીષભાઈના નામની ફેક આઈડી બનાવી તેના પર શેરબજારને લગતી ખોટી માહિતી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે તેમણે ગત તા. ૨૩ નવેમ્બરના સાઇબર ક્રાઇમ પોર્ટલમાં જાણ કરી હતી. બાદમાં આ અંગે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ દિપક પંડિતે ફરિયાદ લઈ આઈટીઆઈ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીઆઇ આર.જી.પઢિયાર ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : હોટલમાં જમતી વેળાએ કેરીના રસમાંથી વંદો નીકળ્યો
May 20, 2025 05:26 PMવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech