કાલાવડ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બીજો મૃતદેહ આજે બહાર કાઢયો: ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી: જોડીયા પોલીસ દોડી ગઇ
જોડીયા તાલુકાના જીરાગઢની નદી વિસ્તારમાં ગયેલા ચાર માલધારી તરુણ સહિતના યુવાનો અકસ્માતે પાણીમાં ડુબી જતા દોડધામ મચી ગઇ હતી, દરમ્યાનમાં ગ્રામજનો દોડી આવ્યા હતા, કાલાવડ ફાયર બ્રિગેડની ટુકડીએ તાકીદે દોડી આવીને કામગીરી હાથ ધરી હતી દરમ્યાન એક યુવકનુ મૃત્યુ થયુ હતું અને એક લાપતાની શોધખોળ આદરી હતી જયારે બે યુવાનનો બચાવ થયો હતો. આજે સવારે ફરીથી ફાયર બ્રિગેડની ટુકડીએ શોધખોળ આદરી હતી. જેમાં બીજા યુવાનનો મૃતદેહ સાંપડતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જોડીયા તાલુકાના જીરાગઢ ગામમાં આવેલ આજી નદી કાંઠે ડેમ વિસ્તારમાં ગઇકાલે બપોરે માલધારી સમાજના અને જીરાગઢ ગામમાં રહેતા તરુણ સહિતના ચાર યુવાનો માલઢોર ચલાવવા માટે ગયા હતા દરમ્યાનમાં અકસ્માતે પાણીમાં ચારેય ગરકાવ થયા હતા. આ અંગેની જાણ થતા ગ્રામજનો તાકીદે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ અંગે કાલાવડ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાકીદે ટુકડી દોડી આવી હતી અને પાણીમાં શોધખોળ આદરી હતી જેમાં બે યુવાનનો બચાવ થયો હતો, જયારે એક યુવાનનું મૃત્યુ નિપજયુ હતું અને અન્ય એકની પાણીમાં શોધખોળ આદરવામાં આવી હતી મોડી રાત સુધી ફાયર બ્રિગેડે શોધખોળ કરી હતી પરંતુ કઇ મળ્યુ ન હતું દરમ્યાન આજે સવારે ફરીથી ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને શોધખોળ કરતા પાણીમાં લાપતા બનેલનો મૃતદેહ હાથ લાગતા શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
વધુમાં જાણવા મળ્યા મુજબ જીરાગઢ ગામમાં રહેતા પિયુષ દિનેશભાઇ (ઉ.વ.૧૧), પોપટ સોડા પડસરીયા (ઉ.વ.૩૦) આ બંનેનો આબાદ બચાવ થયો હતો જયારે ધના રાજાભાઇ બાંભવા (ઉ.વ.૨૦) અને રવિ ચનાભાઇ બાંભવા (ઉ.વ.૧૫) આ બંને ગઇકાલે પાણીમા ગરકાવ થયા હતા દરમ્યાન આ બંને લાપતા પૈકી એકનો મૃતદેહ ગઇ મોડી રાત્રીના પાણીમાથી મળી આવ્યો હતો અને બીજા યુવાનનો આજે સવારે મૃતદેહ ફાયર બ્રિગેડે શોધી કાઢતા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. દરમ્યાન આ અંગેની જાણ થતા જોડીયા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને પ્રાથમિક વિગતો જાણીને કાર્યવાહી આગળ ધપાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેક રીટર્ન થતા લોકધારકને ૧ વર્ષની કેદ અને દંડનો હુકમ ફરમાવતી જામનગરની કોર્ટ
May 22, 2025 11:58 AMપીએમ મોદી ગુજરાતના 18 સહિત દેશના 103 કાયાકલ્પ રેલવે સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરશે
May 22, 2025 11:54 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech