જામનગરના દંપતિ સહિત ચારને ઇજા થયેલ : આરોપી ચાલકની શોધખોળ
જામનગર નજીક ફલ્લા બસ સ્ટેન્ડ સામે બે દિવસ પહેલા ટ્રકે કારને ઠોકર મારતા અંદર બેઠેલાઓને ઇજા પહોચી હતી, આ અકસ્માતમા ટ્રકચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી.
જામનગરના આશીર્વાદ એવન્યુ નં. ૧માં રહેતા મહેશ કુરજીભાઇ રંગાણી (ઉ.વ.૪૨)એ ગઇકાલે પંચ-એમાં ટ્રક નં. જીજ૦ે૩બીડબલ્યુ-૮૧૬૩ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
તા. ૨૩ના રોજ ફરીયાદી મહેશભાઇ તથા તેમના પત્ની ભાવનાબેન, ભાઇ દિલીપભાઇ તથા તેમના પત્ની હર્ષાબેન, તેમજ પાડોશી હેતલબેન બધા ફરીયાદીની ફોરવ્હીલ ગાડી નં. જીજે૦૧-એચએકસ-૨૩૭૯ લઇને લતીપરથી જામનગર ઘર તરફ આવતા હતા.
તે વખતે ફલ્લા ગામ બસ સ્ટેન્ડ સામેના રોડ પર પહોચતા ઉપરોકત નંબરના ટ્રકના ચાલકે ઓવરટેક કરી સાઇડ કાપતા અને ટ્રકના ચાલકે પુરઝડપે ચલાવીને ફરીયાદીની ગાડીને પાછળથી ઠાઠાના ભાગે ઠોકર મારી હતી આ અકસ્માતમાં ફરીયાદીને હાથમાં ગંભીર ઇજા થઇ હતી.
ઉપરાંત ફરીયાદીના પત્નીને શરીરે છોલછાલ તથા હર્ષાબેનને શરીરે ઇજા અને હેતલબેનને છોલછાલ તથા આંખની નીચેના ભાગે ઇજાઓ પહોચાડી હતી. આ ફરીયાદના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech