વેરાવળના સુપાસી ગામે પૈસાની તકરારમાં યુવકની હત્યામાં ચાર ભાઈઓની ધરપકડ

  • April 14, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેરાવળ તાલુકાના સુપાસી ગામે પૈસાની લેતી દેતી બાબતે મનદુ:ખ થવાના લીધે થયેલ ૨૩ વર્ષના યુવાનની હત્યા નોંધાયેલ જે ગુન્હાના આરોપીઓને ગણતરીની કલાકામાં એલ. સી. બી. બ્રાન્ચે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી હતી.
પોલીસમાંથી પ્રા વિગતો મુજબ સુપાસી ગામે ચોકડી પાસે રહેતા  રિયાજ એહમદ ભાઈ તવાણી, ઉ.વ. ૨૩ને પૈસાની લેતીદેતીમાં  ફેસલ હનીફભાઇ તાજવાણી,  ઉબેદ હનીફભાઇ તાજવાણી, ઝુલ્ફીકાર હનીફભાઇ તાજવાણી જઉલ  કરીમભાઈ તાજવાણી સાથે પૈસા ની લેતી દેતી બાબતે મનદુ:ખ થવા ને લીધે ચારે આરોપીઓ ને રિયાજ તથા તેના ભાઈ રિઝવાન સાથે સવારે બોલાચાલી તથા મારામારી કરી જીવલેણ ઇજા કરતા રીયાઝ ઉમર ઉ. વ. ૨૩નુ મોત નીપજાવી ફરાર થયેલ હતા આ બનાવ અંગે પ્રભાસ પાટણ પોલીસ માં બી. એન. એસ. કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૧૧૯, ૩૫૨, ૫૪ જી. પી. એકટ કલમ ૧૩૫મુજબ ગુન્હા નોંધાયેલ છે.
એલ. સી. બી. ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ. એ. બી. જાડેજા ના માર્ગદર્શન હેઠળ પો. સબ ઈન્સ. એ. સી. સિંધવ, એ. એસ. આઈ. ગોવિંદભાઇ વંશ, નરવણ સિંહ ગોહિલ, રામદેવ સિંહ જાડેજા, અજિત સિંહ પરમાર, ભુપેન્દ્ર સિંહ ચાવડા, પો. હેડ કોન્સ. નટુભા બસીયા, મિસિંગ પર્સન સ્કવોડ ના પો. હેડ. કોન્સ. નરેન્દ્ર ભાઈ પટાટ. એસ. ઓ. જી.  ઈ. ચા. પો. ઈન્સ. એન. એ. વાઘેલા, એ. એસ. આઈ.  દેવદાનભાઈ કુંભારવાડીયા, પ્રભાસ પાટણના પી. આઈ. એમ. વિ. પટેલ સહીત ના સ્ટાફ પેટ્રોલિંગ રહેલ તે દરમિયાન એલ. સી. બી. ના એ. એસ. આઈ. ગોવિંદભાઇ વંશ, નરવણસીંહ  ગોહિલ, અજિત સિંહ પરમાર, પો. હેડ કોન્સ. નટુભા બસીયા, મિસિંગ પર્સન સ્કોડ ના પો. હેડ કોન્સ. નરેન્દ્રભાઈ પટાટ મળેલી બાતમી તથા એ. એસ. આઈ. રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્ર સિંહ ચાવડાએ ટેકિનકલ એનાલિસિસ આધારે નાસી જનાર ચારેય આરોપીઓમાં ફેસલ હનીફભાઇ ભાઈ તાજવાણી, જુબેદ  હનીફભાઇ ભાઈ તાજવાણી જુલ્ફીકાર હનીફભાઇ ભાઈ તાજવાણી, જયુલ કરીમભાઇ તાજવાણી ગણતરીની કલાકમાં પકડી પાડી પ્રભાસ પાટણ પોલીસને સોંપી કાયદેસરની ની કાર્યવાહી કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application