પ્રણામી સોસાયટીમાં એલસીબી ત્રાટકી : ૫૦ હજારનો મુદામાલ કબ્જે
જામનગરના રણજીતસાગર રોડ, પ્રણામી સોસાયટીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા બે મહિલા સહિત ચારની એલસીબીની ટુકડીએ અટકાયત કરી હતી અને કુલ ૫૦ હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી દારુ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગારધારાના કેસો શોધી કાઢવા અંગે સુચના કરી હતી. આથી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમ્યાન એલસીબીના ક્રિપાલસિંહ, કિશોરભાઇ તથા અરજણભાઇને એવી હકીકત મળેલ કે, શહેરના રણજીતસાગર રોડ, પટેલ પાર્ક, પ્રણામી સોસાયટી શેરી નં. ૩માં જાહેરમાં તિનપતીનો જુગાર રમાય છે, આથી દરોડો પાડીને ગંજીપતાનો જુગાર રમતા સિઘ્ધી વિનાયક શેરી નં. ૧માં રહેતા ગંગારામ રીજુમલ તન્ના, મોહનનગર આવાસ નં. ૧૩, બ્લોક નં. ૪૦૩માં રહેતા નંદલાલ રેલુમલ વઢવાઇ, પ્રણામી-૩માં રહેતી દક્ષાબા જબરસિંહ રાઠોડ અને રામેશ્ર્વરનગરના ખમ્માબા પ્રભાતસિંહ જાડેજાની અટકાયત કરી હતી.
દરોડા દરમ્યાન રોકડા ૧૦૫૯૦, ગંજીપતા, એક બાઇક મળી કુલ ૫૦૫૯૦નો મુદામાલ કબ્જે કરી સીટી-એ ડીવીઝનમાં જુગારધારા હેઠળ ફરીયાદ કરવામાં આવી હતી.
***
જામનગર શહેરમાં એકી-બેકીનો જુગાર રમતા છ શખ્સ ઝબ્બે: રોકડ કબ્જે : ભોઇના ઢાળીયે, અંબર ચોકડી અને ધરારનગરમાં દરોડા
જામનગર શહેરમાં ચલણી નોટના નંબર પર આંકડા બોલીને જુગાર રમતા કુલ ૬ શખ્સોને રોકડ સાથે પોલીસે પકડી પાડયા છે, ભોઇના ઢાળીયા પાસે, ધરારનગર અને અંબર ચોકડી પાસે પોલીસે કાર્યવાહી કરી હતી.
જામનગરના ભોઇના ઢાળીયા પાસે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી બેકીનો જુગાર રમતા નાગનાથ નાકા, જુનો કુંભારવાડો ખાતે રહેતા રવિપુરી ભાવેન્દ્રપુરી ગોસાઇ અને ઉનની કંદોરી પાસે સુમરાચાલીમાં રહેતો નિશાંત પ્રભુદાસ મકવાણા બંનેને રોકડા ૧૧૧૦ સાથે પકડી લીધા હતા.
બીજા દરોડામાં જામનગરના ધરારનગર-૧ ઝુપડપટ્ટી ખાતે રહેતા અસગર સુલેમાન વારા અને ધરારનગર-૨ પાવરહાઉસની બાજુમાં રહેતા દાઉદ ઇસાક ભાયા આ બંનેને ધરારનગરમાં ચલણી નોટના નંબર પર એકી બેકીનો જુગાર રમતા રોકડા ૪૫૦ સાથે દબોચી લીધા હતા.
ત્રીજા દરોડામાં નાગેશ્ર્વર કોલોનીમાં રહેતા રાજુ નરશી ડોણાશીયા અને નિલેશ ઉર્ફે ચંદુ રમેશ ગુજરીયા આ બંને અંબર ચોકડી, પેટ્રોલપંપ સામેની ગલીમાં જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી-બેકીના આંકડા બોલીને જુગાર રમતા રોકડા ૧૦૩૦ સાથે ઝડપી પાડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech