રાજવી પરિવારના અજયસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત
જામનગર જિલ્લાની સરકારી શાળા પૈકી ઐતિહાસિક વરસો ધરાવતી, ક્ધયા કેળવણીના ભણતર, ગણતર અને ધડતરને પ્રોત્સાહન આપનારી અને રાજાશાહી વારસાની પ્રતીક સમી વિરાટ વટવૃક્ષ સમાન માતૃ શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ, જામનગર ખાતે તા.11/01/2025, શનિવારના રોજ શાળાનો 90મો સ્થાપના દિવસની ઉત્સાહ અને ઉર્જાસભર ઉજવણી કરવામાં આવી હતી.
તા. 12, જાન્યુઆરી 1936ના રોજ નવાનગર સ્ટેટના રાજવી જામ દિગ્વિજય સિંહજી હસ્તે પ્રારંભ કરવામાં આવેલ. જામનગર શહેરનો પ્રાચીન વારસો અને વૈભવનું પ્રતીક સમાન ક્ધયા કેળવણી આપતી શાળાના વાર્ષિકોત્સવ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અજયસિંહ જાડેજા(પૂર્વ ક્રિકેટર), અતિથિ વિશેષ તરીકે વિપુલભાઈ મહેતા જિલ્લા શિક્ષણાધિકારી- જામનગર, સદર શાળાના વય નિવૃત ગુરુજનો, શાળાના આચાયર્,િ મા. અને ઉ. મા. શાળાનો સ્ટાફ પરિવાર અને મોરપીંછ સમાન દીકરીઓ બહોળી સંખ્યામાં હાજર રહી હતી.
શાળા સ્થાપના દિવસ અને વાર્ષિકોત્સવની શરૂઆત પ્રાર્થના અને મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વે અતિથીઓનું સ્વાગત શાલ, પુષ્પગુચ્છ, પુસ્તક દ્વારા કરવામાં આવેલ. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાનો ઇતિહાસ અને સ્વામી વિવેકાનંદ વિશે વક્તવ્ય, શિવ તાંડવ નૃત્ય, હેલ્લારો ગીત ડાન્સ, સ્વ રચિત કાવ્ય ઉત્કૃષ્ટ રીતે રજૂ કરવામાં આવેલ હતું.
શાળાના આચાયર્દ્વિારા શાળાની આગાવી સિદ્ધિ અને આછેરી માહિતી પ્રાસંગિક ઉદબોધન દ્વારા રજુ કરવામાં આવેલ, જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા દ્વારા શિક્ષણની ચિંતનાત્મક વાત રજુ કરવામાં આવેલ સાથોસાથ જામનગર અજયસિંહ જાડેજા દ્વારા વિદ્યાર્થીનીઓને શિક્ષણનું મહત્વ અને શાળાનું મહત્વ સમજાવી આગળ અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ કરે તેવી પ્રેરણા આપી હતી. અને વિદ્યાર્થીનીઓ પોતાની કારકિર્દી ઉત્તમ બનાવી સફળ થાય અને પોતાના માતાપિતા, કુટુંબ,સમાજ અને શાળા તેમજ જામનગરનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમમાં ધોરણ 9 થી 12માં સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહ એક થી ત્રણ ક્રમ પ્રાપ્ત કરનારને વિવિધ ઇનામો,તેમજ ખેલ મહાકુંભ અને વિવિધ રમતગમત સ્પધર્મિાં જિલ્લા કક્ષાએ તેમજ રાજ્યકક્ષાએ નંબર પ્રાપ્ત કરનાર, કલા મહાકુંભ, કલા મહોત્સવ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, શાળાકીય વિવિધ વકૃત્વ, નિબંધ, સંગીત સહ ગાયન, સ્પધર્મિાં નંબર પ્રાપ્ત કરી ઉતકૃષ્ટ દેખાવ કરનાર ઉપરાંત શાળાની વિવિધ સમિતિઓનું ઇનામો આપી મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.સમગ્ર કાર્યક્રમમાં શાળા સર્વે સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીનીઓ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech