પોરબંદર, ઈશ્ર્વરીયા તથા વનાણામાં ચાર જગ્યાએથી મળ્યો વિદેશીદા‚

  • June 09, 2025 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર ઈશ્ર્વરીયા વનાણામાં ચાર જગ્યાએથી વિદેશીદા‚ મળી આવ્યો છે, આદિત્યાણાના બુટલેગર મારફતે પોરબંદર કારમાં પહોચાડવામાં આવતો વીસ બાચકા દેશીદા‚ ઝડપાયો છે, મહિલા સહિત અનેક નામચીન બુટલેગરો સામે પોલીસે કાર્યવાહી કરી છે.
વિદેશીદા‚ના દરોડા 
પોરબંદરના ખારવાવાડમાં ડો.કનુંભાઈના દવાખાના પાસે રહેતા સાહિલ ધીરજ ગોહેલને ૧૫૦ ‚પિયાની વોડકાની એક બોટલ સાથે તેના ઘર નજીક જાહેરમાંથી પકડી પાડ્યા બાદ આ દા‚ આપનાર વોરાવાડના મનીષ નામના શખ્શની સંડોવણી ખુલતા પોલીસે તેની સામે પણ ગુન્હો દાખલ કર્યો છે,નરસંગટેકરીના ખાંડીકાંઠે રહેતા અજય ઉર્ફે ભોજો રમેશ વાઘને ૭૦૦ ‚પિયાના વિદેશીદારૂની બોટલ સાથે એચ.એમ.પી.ના ગેટ પાસેથી પકડી લેવાયો છે.ધોરીયાનેશના અમરદળ રોડ પર રહેતા ગોગન ભુરા ઉલવાને ૨૦૦ ‚પિયાની વ્હીસ્કીની સીલ ખુલેલી બોટલ સાથે વનાણાના હાઈવે પરથી પકડી લેવામાં આવ્યો છે,કુતિયાણા નજીક ઈશ્ર્વરીયા ગામે રહેતા હિતેષ ઉર્ફે હિતો ચંદુ વિંઝુડાને બાઈકમાં વિદેશીદા‚ની બે બોટલ(કિ.‚.૨૫૦૦) સહિત ૧૨,૫૦૦ ના મુદામાલ સાથે પકડી લેવાયો છે.
કારમાંથી વીસ બાચકા દા‚ મળ્યો 
પોરબંદર શહેરી ડી.વાય.એસ.પી.ની કચેરીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સમીર સુમારભાઈ જુણેજાને એવી બાતમી મળી હતી કે,વિરડીપ્લોટના ત્રણ રસ્તેથી મોટીમાત્રામાં દેશીદા‚ની કારમાં હેરાફેરી થવાની છે.તેવી માહિતી મળતા તાત્કાલિક વોચ ગોઠવવામાં આવી હતી,અને શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને અટકાવીને તલાસી લેતા સફેદ,લાલ,પીળા મિક્સ કલરના ૨૦ જેટલા બાચકામાંથી ૫૦૦ કોથળી દા‚(કિ.‚.૭૦.૦૦૦) નો મળી આવ્યો હતો.કુલ એક લાખ સાઈઠ હજારનો મુદામાલ કબ્જે કરીને પોલીસે કારચાલકની પુછપરછ કરતા તે આદિત્યાણા બાયપાસ રહેતો રાજુ પુંજા કોડીયાતર હોવાનું જણાવ્યું હતું અને આ દા‚નો જથ્થો આપનાર આદિત્યાણાના નામચીન બુટલેગર રાજા જગા ગુરગુટીયા અને માલ મંગાવનાર પોરબંદરના નામચીન બુટલેગર કલ્પેશ ઉર્ફે કલ્પુ વેલજી કોટિયાનું નામ ખુલતા એ બન્ને સામે પણ ગુન્હો દાખલ કર્યો છે.
દા‚ના અન્ય દરોડા
પોરબંદરના ખારવાવાડમાં આવેલી પીરવાળી ગલીમાં રહેતી અને અનેક વખત દા‚ સાથે પકડાઈ ચુકેલી ગીતા વિનોદ જુંગી હાજર મળી આવી ન હતી પરંતુ તેના ઘરમાંથી ૫૦૦૦ ‚પિયાનો ૨૫ લીટર દા‚ કબ્જે થયો છે,બોખીરાની આવાસ યોજનામાં રહેતા મિલન ઉર્ફે મુન્નો માવજી કોટિયાને ૩૮૦૦ ‚પિયાના દા‚ સાથે લકડી બંદર રોડ પરથી પકડી લેવામાં આવ્યો છે.સોની બજારમાં રહેતા અને અગાઉ અનેક વખત દા‚ સાથે પકડાઈ ચુકેલા હરીશ ઉર્ફે કરાચી રામજી ભરાડા નામના ૬૫ વર્ષના વૃદ્ધને ૨૪૦૦ ‚પિયાના દા‚ સાથે તેના મકાનમાંથી પકડીને પોલીસે વધુ પુછપરછ હાથ ધરતા આ દા‚ તેને આદિત્યાણાના રાજુ પોલા રબારી પાસેથી વેચાણ માટે લીધો હોવાની કબુલાત કરતા પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.
જયુબેલીમાં પાણીના ટાંકા પાસે રહેતા મનોજ કારા બળેજાને ૬૦૦ ‚પિયાના દા‚ સાથે પકડી પાડ્યા બાદ આ દા‚ પુરો પાડનાર હાથી કેમિકલ પાસે રહેતી આશા શૈલેષ ઓડેદરા પાસેથી લીધાની કબુલાત કરતા પોલીસે આશા સામે ગુન્હો નોંધીને સવારે પોલીસ મથકે હાજર થવા જણાવ્યું હતું,રાણાવાડોત્રાના જીતું ‚ડા સૌંદરવાને ૨૦૦ ‚પિયાના દા‚ સાથે મિયાણીના દુદા નાગા ગામીને ૨૦૦ ‚પિયાના દા‚ સાથે,ઝુંડાળાની પ્રાથમિક શાળા પાસે રહેતા અરભમ વિરમ કુછડીયાને ૧૬૦૦ ‚પિયાના દા‚ સાથે પકડી લીધા હતા,છાંયાના દરબારગઢવાળી ગલીમાં રહેતી અને વારંવાર દા‚ સાથે પકડાઈ ચુકેલી યાશ્મી ઉર્ફે હકુ યુસુફ મીરાંની ગેરહાજરીમાં તેના મકાનમાંથી ૨૦૦૦ ‚પિયાનો દા‚ મળી આવ્યો હતો,
ખાપટના મોટાચોરામાં રહેતા ભુપત ચીના ભૂવાને ૨૦૦૦ ‚પિયાના દા‚ સાથે પકડી લેવાયો છે,રાણાવાવના સ્ટેશન પ્લોટમાં રહેતી ટમુ હિતેષ સુંડાવદરાના ઘરમાંથી ૧૦૦૦ ‚પિયાનો દા‚ મળી આવતા તેને સવારે પોલીસ મથકે હાજર થવા જણાવાયું હતુ,મહોબતપરાના દેવા કેસર ગોહેલને ૪૦૦ ‚પિયાના દા‚ સાથે પકડી લેવાયો છે,ભોમિયાવદરની સોસાયટીમાં રહેતા રવિ નાગા કારાવદરાને ૨૪૦૦ ‚પિયાના દા‚ સાથે પકડી લીધા બાદ તેને આ દા‚ વેચાણ કરવાનું કહેનાર વેજા પરબત કારાવદરા સામે પણ ગુન્હો દાખલ થયો છે,
મોરાણાની સીમમાં ખેતમજુરીએ આવેલ અજય દિનેશ ભીલને પારાવાડાના પાદરમાંથી ૨૦૦૦ ‚પિયાના દા‚ સાથે પકડી લીધા બાદ તેને આ મુદામાલ આપનાર રણજીત મે‚ ચાંચીયા સામે પણ ગુન્હો દાખલ થયો છે,માધવપુરના દિનેશ ઉર્ફે બગલી કાળું બાલસને ૬૦૦ ‚પિયાના દા‚ સાથે અને સુભાષનગરના ભરત ઉર્ફે બારોટ મનજી ચૌહાણને ૪૦૦ ‚પિયાના દા‚ સાથે પકડી લીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application